વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યો હોવા પર ઓવૈસીએ ઉઠાવ્યા સવાલ, કહ્યું- TTDમાં એક પણ બિન-હિંદુ નથી
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યો પર સવાલ ઉઠાવ્યા :તેમણે કહ્યું કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડમાં કોઈ બિન-હિંદુ સભ્યો નથી.

નવી દિલ્હી : AIMIMના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યો હોવા પર સવાલ ઉઠાવ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, TTD બોર્ડ (તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ)ના 24 સભ્યોમાંથી એક પણ સભ્ય બિન-હિંદુ નથી, TTDના નવા અધ્યક્ષ કહે છે કે ત્યાં કામ કરનારા લોકો હિન્દુ હોવા જોઈએ, અમે તેની વિરુદ્ધ નથી. . અમારો વાંધો એટલો જ છે કે મોદીની સરકાર પ્રસ્તાવિત વકફ બિલમાં કહી રહી છે કે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં 2 બિન-મુસ્લિમ સભ્યો હોવા ફરજિયાત કરવામાં આવ્યા છે. વકફ બિલમાં આ જોગવાઈ શા માટે લાવી રહ્યા છો? TTD એ હિન્દુ ધર્મનું બોર્ડ છે અને વક્ફ બોર્ડ મુસ્લિમ ધર્મનું છે. સમાનતા હોવી જોઈએ, જ્યારે TTD ટ્રસ્ટીઓ મુસ્લિમ ન હોઈ શકે તો વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્ય કેવી રીતે હોઈ શકે?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, અમે અમારી તાકાત પર ચૂંટણી લડી રહ્યા છીએ, AIMIM માને છે કે જ્યારે મુસ્લિમોને તેમની વસ્તીના સમાન અધિકાર મળશે, ત્યારે ભારતીય રાજકારણ વધુ મજબૂત બનશે. આજે ભારતીય સંસદમાં માત્ર 4% મુસ્લિમ સાંસદો છે. તેમણે વધુમાં કહ્યું કે, અમારો પૂરો પ્રયાસ છે કે શિંદે, ફડણવીસ અને અજિત પવારની સરકાર ફરી ન બને.
જ્યારે બડગામ આતંકી હુમલા પર JKNC ચીફ ફારૂક અબ્દુલ્લાના નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા એલજીની જવાબદારી છે અને જો ત્યાં આતંકી હુમલા થઈ રહ્યા છે તો ભાજપે જવાબદારી લેવી જોઈએ. હું કહું છું કે પાકિસ્તાનથી આતંકવાદીઓ આવી રહ્યા છે, તમે તેમને કેમ રોકતા નથી? મોદી સરકાર શું કરી રહી છે? તેમને રોકવાની, ધરપકડ કરવાની જવાબદારી સરકારની છે, આ નરેન્દ્ર મોદી સરકારની નિષ્ફળતા છે કે તેઓ આતંકવાદીઓને રોકવામાં સક્ષમ નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
