<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

કઠોર જવાબ આપવા તૈયાર :ઈઝરાયેલ-અમેરિકાને ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામનેઈએ આપી ચેતવણી

ખામેનેઈએ તહેરાનમાં કહ્યું કે દુશ્મનો ઈઝરાયેલ હોય કે પછી અમેરિકા જે પણ કરી રહ્યા છે તેનો જવાબ જરૂર મળશે

ઈઝરાયેલ-ઈરાન વિવાદ વચ્ચે ફરી એક વખત ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેઈએ અમેરિકા અને ઈઝરાયેલને ચેતવણી આપી છે. તાજેતરના હુમલાને લઈ ખામનેઈએ કહ્યું છે કે અમે કઠોર જવાબ આપવા માટે તૈયાર છીએ.

શનિવારે તહેરાનમાં અમેરિકાના દૂતાવાસ પર કટ્ટરવાદી વિદ્યાર્થી દ્વારા વર્ષ 1979માં કબ્જો કરાની વર્ષગાંઠ અગાઉ વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. આ ઘટના બાદ તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે દાયકાઓ જૂની દુશ્મની વધુ મજબૂત થઈ ગઈ હતી અને આજે પણ તે યથાવત જ છે.

ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ રાજધાની તહેરાનમાં કહ્યું કે દુશ્મનો ઈઝરાયેલ હોય કે પછી અમેરિકા જે પણ કરી રહ્યા છે તેનો જવાબ જરૂર મળશે. તેમણે ઈરાન સમર્થિત યમનના હૂતી, લેબેનોનના હિઝબુલ્લાહ તથા પેલેસ્ટાઈનના હમાસનો પણ ઉલ્લેખ કર્યો. જોકે, ઈરાની લીડરે કોઈ હુમલાને લગતા સમય અથવા તેના દાયરા અંગે વિગતવાર માહિતી આપી ન હતી.

તેમણે અગાઉ વધારે સાવધાની દાખવવાનું આહવાન કરતાં કહ્યું કે ઈઝરાયેલના હુમલાને વધારીે રજૂ કરવાની અથવા ઓછું આંકલન સાથે રજૂ કરવાની જરૂર નથી.

.

(9:39 PM IST)