લોરેન્સ બિશ્નોઈ જેલની અંદર અને બહાર કેવી રીતે ફૂલીફાલી રહી છી ગેંગ ? સાચું કારણ સામે આવ્યું
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની ધરપકડ માટે 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું

નવી દિલ્હી :ગેંગસ્ટર લોરેન્સ બશ્નોઈનું નામ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી અને 12 ઓક્ટોબરે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા બાદ ચર્ચામાં છે. જો કે લોરેન્સ બિશ્નોઈ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. તેમ છતાં તેની ગેંગ સક્રિય છે અને સતત વધી રહી છે. કહેવાય છે કે લોરેન્સ બિશ્નોઈ જેલમાં ગયા પછી તેમના નાના ભાઈ અનમોલ બિશ્નોઈએ ગેંગની કમાન સંભાળી લીધી છે.
અનમોલ બિશ્નોઈ ગેંગના મોટા ઓપરેશનને અંજામ આપી રહ્યો છે, જેમાં આ વર્ષના એપ્રિલ મહિનામાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ અને એનસીપી (અજિત પવાર) પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યામાં પણ અનમોલનું નામ સામે આવ્યું છે
અભિનેતા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કર્યા બાદ અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના રડાર પર આવી ગયા હતા અને NIA તેને શોધી રહી હતી. NIA દ્વારા તેની ધરપકડ માટે 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. એનઆઈએએ વર્ષ 2022માં અનમોલ વિરુદ્ધ બે કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. અનમોલ પર ડ્રગ્સની હેરાફેરી અને આંતરરાષ્ટ્રીય ખંડણીનું રેકેટ ચલાવવાનો આરોપ છે. NIAએ અનમોલને 'મોસ્ટ વોન્ટેડ' લિસ્ટમાં મૂક્યો છે અને લોકોને તેની ધરપકડ માટે માહિતી આપવા વિનંતી કરી છે.
અમેરિકન અધિકારીઓએ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરે ફાયરિંગ સહિત અનેક કેસમાં ફરાર ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને લઈને ચેતવણી આપી છે. અમેરિકન અધિકારીઓએ અનમોલ બિશ્નોઈ અમેરિકાની ધરતી પર હોવાની માહિતી આપી છે. જે બાદ મુંબઈ પોલીસે અનમોલના પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપથી શરૂ કરી છે. ગયા મહિને, મુંબઈ પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરવા માટે વિશેષ અદાલતમાં અરજી દાખલ કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
