<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

25 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર:અનેક મહત્વપૂર્ણ બિલો પર કરાશે ચર્ચા

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે. 20મી ડિસેમ્બર સુધી ચાલશે:વન નેશન-વન ઈલેક્શન અને વકફ બિલ પર ભારે હોબાળો થવાની સંભાવના

નવી દિલ્હી : સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે. 20મી ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા થશે. શિયાળુ સત્ર દરમિયાન વન નેશન-વન ઈલેક્શન અને વકફ બિલ પર ભારે હોબાળો થવાની સંભાવના છે. કેબિનેટ વન નેશન-વન ઈલેક્શન અંગેના અહેવાલને મંજૂરી આપ્યા બાદ શિયાળુ સત્રમાં બિલ રજૂ કરવામાં આવશે.  વિપક્ષી પાર્ટીઓ વન નેશન-વન ઈલેક્શનનો વિરોધ કરી રહી છે અને દેશમાં એક સાથે ચૂંટણીના પક્ષમાં નથી. 

   આ સિવાય વકફ બિલ પર બનેલી JPC સંસદના શિયાળુ સત્રમાં પોતાનો રિપોર્ટ રજૂ કરી શકે છે. આ અંગે પણ હોબાળો થવાની શક્યતાઓ છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ વકફ (સુધારા) બિલ 2024 પર બોલતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આ બિલ સંસદના શિયાળુ સત્ર દરમિયાન પસાર કરવામાં આવશે.  

  

(10:43 PM IST)