હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 2nd November 2024
હિઝબુલ્લાહે તેલ અવીવ નજીક ઇઝરાયેલી ગુપ્તચર મથક પર રોકેટનો વરસાદ વરસાવ્યો: ઇઝરાયેલે લેબનોનના ગામોમાં ડઝનેક જબરા હવાઈ હુમલાઓ કર્યા

લેબનોનના હિઝબુલ્લાહ આતંકવાદી જૂથે જણાવ્યું હતું કે તેણે આજે શનિવારે વહેલી સવારે તેલ અવીવ નજીક ઇઝરાયેલી ગુપ્તચર મથક પર રોકેટ છોડ્યા હતા.
ઈરાન સમર્થિત જૂથે જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ "તેલ અવીવના ઉપનગરોમાં ૮૨૦૦ લશ્કરી ગુપ્તચર એકમના ગ્લિલોટ બેઝ પર રોકેટનો જબ્બર મારો ચલાવ્યો હતો."
દરમિયાન લેબનીઝ આરોગ્ય સત્તાવાળાઓ કહે છે કે ઇઝરાયેલે લેબનોનના ઉત્તરપૂર્વીય ખેતી ગામોમાં ડઝનેક જબરા હવાઈ હુમલાઓ કર્યા છે, જેમાં ૫૪ લોકો માર્યા ગયા, ૭૨ ઘાયલ થયા છે.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
