હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 3rd November 2024
ગુરુગ્રામમાં કાર્ડબોર્ડના વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળી, ચારેબાજુ ધુમાડો: ફાયર બ્રિગેડની 25 ગાડીઓ સ્થળ પર

ગુરુગ્રામના સેક્ટર 21 સ્થિત રહેણાંક વિસ્તારમાં ભયાનક આગ લાગી: જ્વાળાઓ કેટલાય કિલોમીટર દૂરથી દેખાઈ
ગુરુગ્રામ: ગુરુગ્રામના સેક્ટર 21 સ્થિત રહેણાંક વિસ્તારમાં કાર્ડબોર્ડના વેરહાઉસમાં ભીષણ આગ લાગી હતી. ડઝનબંધ ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે. હાલમાં તેની ઘટનાનું કારણ જાણવા મળ્યું નથી. ફાયરની 25 જેટલી ગાડીઓ આગ ઓલવવામાં વ્યસ્ત છે.
કાર્ડબોર્ડના વેર હાઉસમાં આગ લાગ્યા બાદ ધીમે ધીમે આગની જ્વાળાઓ વધવા લાગી હતી, જે બાદ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
આગ એટલી ભીષણ હતી કે તેની જ્વાળાઓ કેટલાય કિલોમીટર દૂરથી જોઈ શકાતી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
