<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે ભૂકંપનો 3.3ની તીવ્રતાનો આંચકો

લખપત બોર્ડર આંચકો અનુભવાયો છેઃ ભારત-પાકિસ્તાન સરહદે કેન્દ્રબિંદુઃ સવારે 3.58 મિનિટે નોર્થ ઇસ્ટમાં 56 કિમી દૂર આંચકોનો અનુભવયો થયો હતોઃ 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓ સતત આવી રહ્યા છે.

ભુજ : ગુજરાતના કચ્છમાં નવા વર્ષે ભૂકંપનાઆંચકો અનુભવાયો છે. જેમાં ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે ભૂકંપનો આંચકો નોંધાયો છે. લખપત બોર્ડર પાસે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભારત-પાકિસ્તાન સરહદે કેન્દ્રબિંદુ ધરાવતો ભૂકંપના આંચકો અનુભવાતા લોકો ઉંઘમાંથી ઉઠયા હતા. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓ સતત આવી રહ્યા છે. સવારે 3.58 મિનિટે નોર્થ ઇસ્ટમાં 56 કિમી દૂર આંચકો અનુભવાયો હતો.

(11:51 AM IST)