<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

IND vs NZ : ન્યૂઝીલેન્ડે બદલ્યો ઈતિહાસ : 94 વર્ષમાં જે કંઈ થયું ન હતું તે કર્યું : ભારતને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-0થી હરાવ્યું : રોહિત-વિરાટ બધા નિષ્ફળ ગયા : જાડેજાના પ્રયાસો નિરર્થક રહ્યા

પહેલીવાર ભારતને ઘરઆંગણે કોઈ ટીમેં 3-0થી હરાવ્યું : ભારતને ત્રીજી ટેસ્ટ જીતવા માટે 147 રનની જરૂર હતી, જે યજમાન ટીમ હાંસલ કરી ન શકી

નવી દિલ્હી : ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડે એ કર્યું જે ભારતની ધરતી પર કોઈ અન્ય ટીમ કરી શકી નથી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે યજમાન ટીમ ઈન્ડિયાને 25 રને હરાવીને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી 3-0થી જીતી લીધી હતી. અત્યાર સુધી કોઈ પણ ટીમ ત્રણ કે તેથી વધુ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને ક્લીન સ્વીપ કરી શકી નથી, પરંતુ ટોમ લાથમની કેપ્ટનશીપવાળી ટીમે આ કરી બતાવ્યું છે.

ન્યુઝીલેન્ડે બેંગલુરુ અને પુણેમાં રમાયેલી બંને ટેસ્ટ મેચ જીતીને સીરીઝ પહેલા જ જીતી લીધી હતી. ત્રીજી મેચમાં ભારતે પોતાની ઈજ્જત બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયા આ કરી શકી ન હતી. ત્રીજી ટેસ્ટ જીતવા માટે ભારતને 147 રનની જરૂર હતી, જે સ્કોર કરવામાં લગભગ ત્રણ દિવસનો સમય હોવા છતાં ટીમ રન બનાવી શકી ન હતી. ભારતીય ટીમ રવિવારે ત્રીજા દિવસે બીજા સેશનમાં આઉટ થઈ ગઈ હતી અને મેચની સાથે સીરિઝ પણ હારી ગઈ હતી.

આ સમગ્ર શ્રેણીમાં ભારતીય બેટ્સમેનો નિરાશ થયા, સૌથી વધુ નિરાશા ટીમના કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ કરી. રોહિત જ્યારે રનના લક્ષ્યનો પીછો કરવા આવ્યો ત્યારે તે આક્રમક વલણમાં હતો જેના કારણે તે પણ આઉટ થયો હતો. ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર રોહિતે મેટ હેનરી પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ગ્લેન ફિલિપ્સના હાથે કેચ થઈ ગયો. પછી એજાઝ પટેલની રમત શરૂ થઈ. તેણે શુભમન ગિલને પોતાની સ્પિનમાં ફસાવીને તેને બોલ્ડ કર્યો. વિરાટ પણ એજાઝનો શિકાર બન્યો હતો.
આ સિરીઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ટોપ-2 બેટ્સમેન રિષભ પંત અને યશસ્વી જયસ્વાલ ક્રિઝ પર હતા. એવું લાગતું હતું કે આ જોડી ભારતને બચાવશે, પરંતુ યશસ્વી ફિલિપ્સના બોલ પર એલબીડબ્લ્યુ થયો હતો. સરફરાઝે ઈજાઝના ફુલ ટોસ પર સીધો સ્વીપ શોટ રચીન રવિન્દ્રના હાથમાં ઝીંક્યો હતો. તે માત્ર એક રન બનાવી શક્યો હતો.

ન્યુઝીલેન્ડની ટીમે દિવસની શરૂઆત નવ વિકેટના નુકસાન પર 171 રનથી કરી હતી. જાડેજાએ ઇજાઝને આઉટ કરીને ન્યુઝીલેન્ડની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. જાડેજાએ આ મેચની બંને ઇનિંગ્સમાં પાંચ-પાંચ વિકેટ લીધી હતી. પ્રથમ વખત તેણે ટેસ્ટની બંને ઇનિંગ્સમાં પાંચ-પાંચ વિકેટ લીધી છે. ન્યૂઝીલેન્ડ માટે વિલ યંગે આ ઇનિંગમાં સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. ફિલિપ્સે 26, ડેવોન કોનવેએ 22 અને ડેરીલ મિશેલે 21 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 235 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 263 રન બનાવવામાં સફળ રહી હતી. ગિલે આ ઇનિંગમાં ભારત માટે સૌથી વધુ 90 રન બનાવ્યા હતા. પંતે 60 રનની ઇનિંગ રમી હતી.

 

(1:31 PM IST)