હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 3rd November 2024
એચડીએફસી બેંકની યુપીઆઈ સેવા કેટલાક મહત્વપૂર્ણ સિસ્ટમ મેન્ટેનન્સના કારણે નવેમ્બરમાં બે દિવસ માટે બંધ રહેશે
HDFC બેંકની UPI સેવાનો ઉપયોગ કરતા ગ્રાહકો 5 નવેમ્બર અને 23 નવેમ્બરના રોજ UPI દ્વારા પૈસા મોકલી કે પ્રાપ્ત કરી શકશે નહીં

નવી દિલ્હી : ભારતમાં યુપીઆઈનો ઉપયોગ વધી રહ્યો છે. દેશમાં દરરોજ કરોડો રૂપિયાના યુપીઆઇ(UPI) વ્યવહારો થઈ રહ્યા છે. યુપીઆઈએ નાણાંકીય વ્યવહારોને ખૂબ જ સરળ અને સુરક્ષિત બનાવ્યા છે. જોકે, UPI આ મહિનામાં બે દિવસ માટે બંધ રહેશે અને લોકો UPIનો ઉપયોગ કરી શકશે નહીં. HDFC બેંકે તેના ગ્રાહકોને આ અંગે જાણ કરી છે.
HDFC બેંકે તેના ગ્રાહકોને કહ્યું છે કે તેઓ નવેમ્બરમાં બે દિવસ સુધી બેંકની UPI સેવાનો ઉપયોગ નહિ કરી શકે. બેંકની વેબસાઈટ પરથી મળેલી માહિતી મુજબ એચડીએફસી બેંકની યુપીઆઈ સેવા કેટલાક મહત્વપૂર્ણ સિસ્ટમ મેન્ટેનન્સના કારણે નવેમ્બરમાં બે દિવસ માટે બંધ રહેશે. HDFC બેંકની UPI સેવાનો ઉપયોગ કરતા ગ્રાહકો 5 નવેમ્બર અને 23 નવેમ્બરના રોજ UPI દ્વારા પૈસા મોકલી કે પ્રાપ્ત કરી શકશે નહીં.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
