News of Sunday, 3rd November 2024
'જ્યારે હું મારા બાળપણમાં મારી માતા સાથે દિવાળી ઉજવતી હતી...' કમલા હેરિસને ભારતમાં વિતાવેલી પળો યાદ સ્મરણો યાદ કરી ભાવુક બન્યા
જેમ જેમ અમે મોટા થયા, મારી માતાએ મને અમારા વારસાનું સન્માન કરવાનું શીખવ્યુઃ કમલાએ

નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ બંને જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે તેમના બાળપણની ક્ષણોને યાદ કરી છે. એક લેખમાં, તેણે ભારત જઈને કેન્સરનો ઈલાજ કરવા માટે તેની માતાની અગ્નિપરીક્ષાને વારંવાર યાદ કરી.
કમલા હેરિસે કહ્યું કે જેમ જેમ અમે મોટા થયા, મારી માતાએ મારી બહેન અને મને અમારા વારસાનું સન્માન કરવાનું શીખવ્યું. તેણે કહ્યું કે લગભગ દર બીજા વર્ષે અમે દિવાળી માટે ભારત જતા હતા. અમે અમારા દાદા દાદી, અમારા કાકાઓ અને અન્ય લોકો સાથે સમય પસાર કરતા. હેરિસે આ વાત એક ઓનલાઈન ચેનલ ધ જગરનોટને લખેલા પત્રમાં કહી છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
