News of Monday, 4th November 2024
કેનેડામાં વધુ એક હિન્દુ મંદિર ઉપર ખાલીસ્તાનીઓ લાઠીઓથી તૂટી પડ્યા: બાળકો અને મહિલાઓને પણ છોડ્યા નહીં : જુઓ વિડિયો
કેનેડાના બ્રામ્પટનમાં હિંદુ સભા મંદિર પર ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા કરાયેલા હુમલાની કેનેડિયન રાજકારણીઓ દ્વારા ભારે ઝાટકણી : ટોરોન્ટોના સાંસદ કેવિન વુંગે કહ્યું કે, આપણા દેશના નેતાઓ કેનેડામાં હિંદુઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગયા છે

હિંદુ મંદિર પર ખાલિસ્તાનીઓનો હુમલો: કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ આ હિંસક ઘટનાની આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા હવે "રેડ લાઈન" ક્રોસ કરી દેવામાં આવી છે.
હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશને (કેનેડામાં હિન્દુ સમુદાય માટે કામ કરતી બિન-લાભકારી સંસ્થાએ) મંદિર પરના હુમલાનો એક વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદીઓએ બાળકો અને મહિલાઓ પર પણ લાઠીઓથી હુમલો કર્યો હતો. વીડિયોમાં ખાલીસ્તાની ઉગ્રવાદીઓ મંદિરમાં આવેલા શ્રદ્ધાળુ ઉપર લાઠીઓથી તૂટી પડેલા નજરે પડે છે. મંદિરમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
કેનેડાના બ્રામ્પટનમાં હિંદુ સભા મંદિર પર ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા કરાયેલા હુમલાની કેનેડિયન રાજકારણીઓ દ્વારા વ્યાપક નિંદા કરવામાં આવી હતી, જેમાં વિપક્ષી નેતા પિયરે પોઈલીવરે, ટોરોન્ટોના સાંસદ કેવિન વુંગ અને સાંસદ આર્યનો સમાવેશ થાય છે. ટોરોન્ટોના સાંસદે કહ્યું કે, આપણા દેશના નેતાઓ કેનેડામાં હિંદુઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છે.
ટ્વીટર - એક્સ ઉપર એક પોસ્ટ શેર કરતા, પોઈલીવરે લખ્યું છે કે, "આજે બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં પૂજા કરનારાઓને નિશાન બનાવી કરવામાં આવેલી હિંસા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે."
(12:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
