<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

દિવાળી પછી આજે શેર બજાર ખુલતાવેંત ૭૫૦ પોઇન્ટ તૂટી ગયું છે. બજાર ખુલ્યાની ૨૦ જ મિનિટમાં સેન્સેક્સ અને નિફ્ટી ધડામ કરતાં પછડાયા હતા

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની અત્યંત ભયંકર સ્થિતિ, આનંદ વિહાર, રોહિણી, દ્વારકા સહિત ઘણા વિસ્તારોમાં એકક્યુઆઈ - એર ક્વોલિટી ઇન્ડેક્સ ભયજનક ૪૦૦ને પાર.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી, વિકેટકીપર ૪૦ ટેસ્ટ તથા નવ વનડે રમનાર ઋદ્ધિમાન સાહાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી કરી સંન્યાસની જાહેરાત, આગામી ટૂર્નામેન્ટ બાદ લેશે રિટાયરમેન્ટ..

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં ૧૯થી ૨૨ નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતમાં માવઠું આવી શકે છે. ૭ થી ૧૪ અને ૧૯થી ૨૨ નવેમ્બર દરમિયાન ગુજરાતમાં માવઠું થઈ શકે છે. ડિસેમ્બર મહિનામાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

પેટલાદનાં પંડોડી ગામે ગામમાં આવેલ અજાણ્યા માનસિક અસ્થિર યુવકને ગ્રામજનો દ્વારા ચોર હોવાનો વહેમ રાખી વીજળીનાં થાંભલા સાથે બાંધીને ઢોર માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. પૂછપરછ હાથ ધરતા ત્રીસેક લોકો નેપાળથી આવ્યા હોવાનું યુવકે જણાવ્યું હતું.

 

(11:37 AM IST)