<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

ઉત્તરાખંડની દુર્ઘટનામાં મૃત્યુ આંક ૩૬ થયો: પ્રાઇમ મિનિસ્ટર નેશનલ ફંડમાંથી બબ્બે લાખ રૂપિયા આપવાની જાહેરાત

ઉત્તરાખંડના અલ્મોડામાં કુપી વિસ્તારમાં ૪૫ સીટવાળી પેસેન્જર બસ સો ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ૩૬ લોકોના મોત, સંખ્યાબંધ ઘાયલ થયા છે.

ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ઉત્તરાખંડના દરેક મૃતકના સંબંધીઓ માટે પીએમ નેશનલ રીલીફ ફંડ  તરફથી ૨-૨ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે: પીએમઓની જાહેરાત.. 

આ પહેલા ઉતરાખંડના મુખ્યમંત્રીએ તમામ મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખની સહાય જાહેર કરી હતી.


 

(8:04 PM IST)