News of Monday, 4th November 2024
ફૂડ ડિલિવરી એપ્લિકેશન સ્વિગીને ડિલિવરી માટેનું અંતર ખોટી રીતે વધારીને ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલવા બદલ રૂા.૩પ હજાર નો દંડ ફટકારાયો
સ્વિગીમાંથી ફૂડનો ઓર્ડર આપ્યો ત્યારે પ્લેટફોર્મે ગ્રાહકના ઘર અને રેસ્ટોરન્ટ વચ્ચેનું અંતર 9.7 કિમીથી વધારીને 14 કિમી કરી વધારાનો ચાર્જ લીધો હતો

હૈદરાબાદ: ફૂડ ડિલિવરી એપ્લિકેશન સ્વિગીને(Swiggy fined)ડિલિવરી માટેનું અંતર ખોટી રીતે વધારીને ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલવા બદલ રૂપિયા 35,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ આયોગે સ્વિગીને હૈદરાબાદ સ્થિત એક વ્યક્તિને નુકસાની સાથે રૂપિયા 35,000 ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેણે કંપની વિરુદ્ધ આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર ઘટનાની વિગત હૈદરાબાદના રહેવાસી એમ્માડી સુરેશ બાબુએ સ્વિગી વિરુદ્ધ ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી . સુરેશ બાબુએ દાવો કર્યો હતો કે તેણે સ્વિગી વનની મેમ્બરશિપ ખરીદી હતી. જે મુજબ તે ચોક્કસ અંતરમાં ફ્રી ડિલિવરીનો હકદાર હતો. જો કે જ્યારે તેણે 1 નવેમ્બર 2023ના રોજ સ્વિગીમાંથી ફૂડનો ઓર્ડર આપ્યો ત્યારે પ્લેટફોર્મે તેના ઘર અને રેસ્ટોરન્ટ વચ્ચેનું અંતર 9.7 કિમીથી વધારીને 14 કિમી કરી દીધું. આ પછી સ્વિગીએ તેની પાસેથી ડિલિવરી ડિસ્ટન્સ તરીકે રૂપિયા 103 ચાર્જ કર્યા હતા.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
