<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

આ..રે..રે.....હાલની યુવા પેઢી ફટકાડા સાથે ક્રિકેટ રમતા દેખાયાઃ વીડીયો સોશ્‍યલ મીડીયા પર થયો વાયરલ

ફટકાડા બેટ્સમેન તેને ફટકારવા જાય છે પરંતુ તે વિકેટ કિપરના હાથમાં આવી જાય છે, ત્યારબાદ વિકેટ કિપર તેને હવામાં ફેંકે છે અને બધા ભાગવા લાગે છે તેવો વીડીયો વાયરલ થયો છે

નવી દિલ્‍હીઃ બોલિંગ કરનાર વ્યક્તિ ફટાકડામાં આગ લગાડે છે અને તેને બોલની જેમ ફેંકે છે. બેટ્સમેન તેને ફટકારવા જાય છે પરંતુ તે વિકેટ કિપરના હાથમાં આવી જાય છે, ત્યારબાદ વિકેટ કિપર તેને હવામાં ફેંકે છે અને બધા ભાગવા લાગે છે.
સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં ક્રિકેટ રમતા છોકરાઓએ ફટાકડા સાથે એવું ખતરનાક કામ કર્યું કે જેને જોઈને તમે પણ ડરી જશો. આ વીડિયોમાં કેટલાક છોકરાઓ ફટાકડા સાથે ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં તમે ઘણા લોકોને બેટ અને બોલથી ક્રિકેટ રમતા જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય ફટાકડા વડે ક્રિકેટ રમતા જોયું છે?
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બેટિંગ માટે તૈયાર છે, જ્યારે બીજો વ્યક્તિ બોલિંગ માટે તૈયાર છે. બોલિંગ કરનાર વ્યક્તિ ફટાકડામાં આગ લગાડે છે અને તેને બોલની જેમ ફેંકે છે. બેટ્સમેન તેને ફટકારવા જાય છે પરંતુ તે વિકેટ કિપરના હાથમાં આવી જાય છે, ત્યારબાદ વિકેટ કિપર તેને હવામાં ફેંકે છે અને બધા ભાગવા લાગે છે.

(4:09 PM IST)