<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

આગ્રામાં એરફોર્સનું મિગ-29 ક્રેશ થયું: ખેતરોમાં આગ લાગી ;પાઈલટ અને કો-પાઈલટ સુરક્ષિત

પાયલોટ અને કો-પાઈલટ પેરાશૂટની મદદથી પ્લેનમાંથી કૂદી ગયા :પ્લેન પંજાબના આદમપુરથી ટેકઓફ થયું હતું

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં સોમવારે વાયુસેનાનું મિગ-29 વિમાન ખેતરોમાં ક્રેશ થયું હતું. પ્લેન પડતાની સાથે જ જિલ્લાના કાગરૌલ વિસ્તારના બાઘા સોનીગા ગામથી ત્રણ કિલોમીટર દૂર ખેતરોમાં આગ ફાટી નીકળી હતી. પ્લેન ક્રેશ થયા બાદ પાયલ, તેનો પાયલોટ અને કો-પાઈલટ પેરાશૂટની મદદથી પ્લેનમાંથી કૂદી ગયા હતા

આગ્રાના કાગરૌલના સોનીગા ગામ પાસે એરફોર્સનું વિમાન ક્રેશ થયું છે. વિગતો મુજબ ક્રેશ થયા બાદ પ્લેન ખાલી ખેતરોમાં પડ્યું હતું. વિમાન જમીન પર પડતાની સાથે જ આગ લાગી ગઈ હતી. વિમાનમાં પાયલટ સહિત 2 લોકો સવાર હતા. દુર્ઘટનામાં કોઈ જાનહાનીથઈ ન હતી.

આ તરફ સંરક્ષણ અધિકારીઓએ કહ્યું છે કે, ઉત્તર પ્રદેશના આગ્રા પાસે મિગ-29 ફાઈટર જેટ ક્રેશ થયું છે. પાયલોટ પ્લેનમાંથી બહાર નીકળી ગયા છે. આ પ્લેન પંજાબના આદમપુરથી ટેકઓફ થયું હતું અને એક એક્સરસાઇઝ માટે આગ્રા જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. આ સાથે કહ્યુ કે, કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવશે.

(5:31 PM IST)