<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

પેરુમાં ફૂટબોલ મેચ દરમિયાન ખેલાડીઓ પર પડી વીજળી :એક ખેલાડીનું કરૂણ મોત: જુઓ વિડિઓ

વરસાદ દરમિયાન પણ ફૂટબોલની રમત ચાલુ હતી ત્યારે આકાશમાંથી વીજળી પડી અને ઘણા ખેલાડીઓ તેની ઝપેટમાં આવી ગયા.

https://x.com/FirstSourceNew/status/1853377613705933304

પેરુમાં ફૂટબોલ મેચ દરમિયાન કુદરતી આફતના કારણે એક ખેલાડીનું મોત થયું હતું. પેરુમાં Uventud Bellavista અને Familia Coca વચ્ચે ફૂટબોલ મેચ ચાલી રહી હતી. તે દરમિયાન ભારે વરસાદ શરૂ થયો હતો.

સામાન્ય રીતે વરસાદ દરમિયાન પણ ફૂટબોલની રમત ચાલુ રહેતી હોય છે. પેરુમાં પણ એવું જ થયું. વરસાદ વરસતો હતો અને મેચ રમાતી હતી, પરંતુ મેચ દરમિયાન આકાશમાંથી વીજળી પડી અને ઘણા ખેલાડીઓ તેની ઝપેટમાં તેની ઝપટમાં આવી ગયા. પરંતુ આ અકસ્માતમાં એક ખેલાડીએ જીવ પણ ગુમાવ્યો હતો. જે ખેલાડીનું મૃત્યુ થયું હતે તેના માથા પર જ આકાશી વીજળી પડી હતી.

પેરુમાં રમાઈ રહેલી આ મેચ દરમિયાન જોરદાર વરસાદ પડવા લાગ્યો, જેના પછી રેફરીએ ખેલાડીઓને રમત બંધ કરીને મેદાનની બહાર આવવા કહ્યું. ખેલાડીઓ મેદાન છોડી રહ્યા હતા પરંતુ અચાનક આકાશમાંથી વીજળી પડી અને 39 વર્ષીય ખેલાડી જોસ હ્યુગો ડી લા ક્રુઝ મેસા તેની ઝપેટમાં આવી ગયા. મેસાને વીજળી પડી હતી અને મેદાનમાં જ તેનું મોત થયું હતું. મેસાના સાથી ખેલાડીઓ પણ વીજળી પડવાથી ખરાબ રીતે દાઝી ગયા. આ ખેલાડીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

 

મેસાએ પોતાનો જીવ ગુમાવ્યો છે પરંતુ હજુ અન્ય ખેલાડીનો જીવ જોખમમાં છે. અહેવાલો અનુસાર, ગોલકીપર જુઆન ચોકા પણ આ દુર્ઘટનામાં ખરાબ રીતે દાઝી ગયા છે અને તે ICUમાં દાખલ છે. રિપોર્ટ્સનું માનીએ તો અકસ્માત બાદ આ મેચ રદ્દ કરવામાં આવી હતી

પેરુ પહેલા ભારતમાં પણ આવો એક કિસ્સો થયો હતો. આ વર્ષે ઝારખંડના સિમડેગામાં વીજળી પડવાથી ત્રણ હોકી ખેલાડીઓના મોત થયા હતા. આ અકસ્માતમાં વધુ પાંચ ખેલાડીઓ દાઝી ગયા હતા. આ તમામ ખેલાડીઓ વરસાદથી બચવા માટે ઝાડ નીચે ઉભા હતા. તે દરમિયાન વીજળી પડતા ત્રણ ખેલાડીઓના મોત થયા હતા .

(9:02 PM IST)