<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

અમેરિકામાં ચૂંટણી વચ્ચે ભારતીય શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 240 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24,000 ની નીચે :નબળા વૈશ્વિક સંકેતોની અસર પ્રિ ઓપન માર્કેટમાં પણ સેન્સેક્સ અને નિફ્ટી પર દેખાઈ

ભારતીય શેરબજાર આજે પણ ઘટાડા સાથે ખુલ્યું : અદાણી પોર્ટ્સ, એચડીએફસી બેંક, બીઈએલ, આઇટીસી, પાવર ગ્રિડ, ભારતી એરટેલ, એશિયન પેંટ્સ, શ્રીરામ ફાઈનાન્સ અને એચડીએફસી લાઇફ 0.39 થી 0.74 ટકા સુધી ઘટ્યા

નવી દિલ્હી તા.૫ : અમેરિકામાં આજે રાષ્ટ્રપતિની ચૂંટણી છે. ભારતીય શેરબજાર આજે પણ ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 240 પોઈન્ટના ઘટાડા સાથે 78542 પર અને નિફ્ટીએ 78 પોઈન્ટના ઘટાડા સાથે 23916 પર કારોબાર કરી રહ્યો છે. 

નબળા વૈશ્વિક સંકેતોની અસર પ્રિ ઓપન માર્કેટમાં પણ સેન્સેક્સ અને નિફ્ટી પર દેખાઈ રહી હતી. BSE સેન્સેક્સ 700 પોઈન્ટની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. 

આ શેરમાં જોવા મળ્યો ઘટાડો

અદાણી પોર્ટ્સ, એચડીએફસી બેંક, બીઈએલ, આઇટીસી, પાવર ગ્રિડ, ભારતી એરટેલ, એશિયન પેંટ્સ, શ્રીરામ ફાઈનાન્સ અને એચડીએફસી લાઇફ 0.39 થી 0.74 ટકા સુધી ઘટ્યા છે. એફએમસીજી, પ્રાઇવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેર પણ 0.01 થી 0.24 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. 

આ શેરમાં તેજી

જેએસડબ્લ્યુ સ્ટીલ, હિંડાલ્કો, ટાટા સ્ટીલ, બજાજ ઑટો, હિરો મોટોકૉર્પ અને સન ફાર્માના શેરમાં 1.11 થી 2.19 ટકા સુધી વધારો જોવા મળી રહ્યો છે. આઇટી, મીડિયા, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક અને હેલ્થકેર શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન બેંક,ગ્લેન્ડ, ઑયલ ઇન્ડિયા, એનએમડીસી અને ગ્લેનમાર્ક 1.69 થી 2.27 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.

(12:02 PM IST)