News of Tuesday, 5th November 2024
તહેવારો દરમ્યાન યુપીઆઇ વ્યવહારોએ સર્જયો નવો રેકોર્ડ ઓકટોબર મહિનામાં ૧૬ અબજ યુપીઆઇ ટ્રાન્ઝેકશન

નવી દિલ્હીઃ તહેવારોની સીઝન દરમ્યાન ઓકટોબર મહિનામાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) ના ૧૬.પ૮ અબજ ટ્રાન્ઝેકશન નોંધાયા છે, જે વાર્ષિક ૪પ ટકાનો વધારો દર્શાવે છે. નેશનલ પેમેન્ટસ કોપોોરેશન ઓફ ઇન્ડીયા (એનપીસીઆઇ) ના આંકડાઓ અનુસાર, આ ટ્રાન્ઝેકશનનો દ્વારા ર૩.પ લાખ કરોડ રૂૂપયાનો લેવડ દેવડ થઇ હતી જે વાર્ષિક ૩૪ ટકાનો વધારો દર્શાવે છે.
ગયા મહિને યુપીઆઇએ ૧પ અબજ ટ્રાન્ઝેકશનનો રેકોર્ડ કર્યો હતો. સપ્ટેમ્બરમાં દૈનિક સરેરાશ પ૦૦ મીલીયન ટ્રાન્ઝેકશનની સામે ઓકટોબરમાં દૈનિક સરેરશા પ૩પ મીલીયન ટ્રાન્ઝેકશન થયા હતા.
૩૦ મી ઓકટોબર ધનતરેસના દિવસે પ૪૬ મીલીયન યુપીઆઇ ટ્રાન્ઝેકશન થયા હતા જે પણ એક રેકોર્ડ છે.
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
