News of Wednesday, 6th November 2024
ટ્રમ્પને શેરબજારની સલામ : સેન્સેકસ ૧૦૦૦ પોઇન્ટ અપ
અમેરિકાના રાજ સિંહાસન ઉપર ટ્રમ્પ બિરાજમાન થશે એવા અહેવાલને પગલે શેરબજાર ઉછળ્યું : નીફટી ૩૦૦ થી વધુ પોઇન્ટ અપ : આઇટી અને ફાયનાન્સનાં શેર્સ ઉંચકાયા

મુંબઇ, તા.૬: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ આવી ગયા છે, ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશી થઈ ગઈ છે. ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ પાછળ રહી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પની શાનદાર જીતના કારણે વૈશ્વિક શેરબજારમાં પણ તેજી જોવા મળી રહી છે.
ભારતીય શેરબજારમાં પણ સવારથી તેજી જારી રહી છે. વાસ્તવમાં જેમ જેમ ડોનાલ્ડ ટ્રમ્પની જીત નિશ્ચિત બનતી ગઈ તેમ તેમ બજારમાં મજબૂતાઈ વધી. ટ્રમ્પ સરકારની નીતિઓ વૈશ્વિક કોર્પોરેટ જગત માટે મૈત્રીપૂર્ણ માનવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે એક મોટા બિઝનેસ ટાયકૂન છે, તેમનો બિઝનેસ અમેરિકા, યુરોપ સહિત દુનિયાભરમાં ફેલાયેલો છે. ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારનો પણ ભારતમાં રિયલ એસ્ટેટનો મોટો બિઝનેસ છે.
ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની જીતને કારણે ભારતીય ટેક્રોલોજી શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કારણ કે તમામ મોટી ભારતીય IT કંપનીઓનો અમેરિકામાં બિઝનેસ છે અને ટ્રમ્પની આ જીત સાથે TCS, Infosys, HCL Tech, Wipro અને Dixon Tech જેવા શેરોમાં તોફાની ઉછાળો જોવા મળી રહ્યો છે.
TCS - ૩.૭૪%
HCL ટેક- ૩.૮૦%
ઇન્ફોસિસ- ૩.૮૦%
વિપ્રો- ૩.૨૦%
જો આપણે શેરબજારની વાત કરીએ તો ટ્રમ્પની જીતની જાહેરાત થતાં જ બપોરે ૨.૩૦ વાગ્યે BSE સેન્સેક્સ લગભગ ૧૦૦૮ પોઈન્ટ વધીને ૮૦,૪૮૫ ને પાર કરી ગયો હતો. તે જ સમયે, NSE નિફ્ટીમાં પણ તોફાની વળદ્ધિ જોવા મળી રહી છે, નિફ્ટી ૩૦૨ અંક ચઢીને ૨૪,૫૧૫ ના સ્તરે પહોંચી ગયો છે.
શરૂઆતમાં ઘણા શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. HCL ËõÀ, ICICI બેંક, ઇન્ફોસિસ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, મારુતિ, સન ફાર્મા અને એક્સિસ બેંક સેન્સેક્સ પેકમાં ટોપ ગેઇનર હતા.
નોંધનીય છે કે એમ્કે ગ્લોબલે આગાહી કરી છે કે ટ્રમ્પની જીત શેરબજારમાં ટૂંકા ગાળાની તેજી તરફ દોરી જશે, જેનાથી રોકાણકારોને ફાયદો થઈ શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પની જીતની આગાહીઓને કારણે મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE સેન્સેક્સ) ના ૩૦ શેરો વાળા સેન્સેક્સ ૭૮,૫૪૨ ના સ્તર પર ખુલ્યા અને ટ્રેડિંગ દરમિયાન તે વધીને ૭૯,૫૨૩.૧૩ ના સ્તર પર પહોંચી ગયા. જોકે, બજાર બંધ થયું ત્યારે તે ૬૯૪.૩૯ પોઈન્ટના મજબૂત વધારા સાથે ૭૯,૪૭૬.૬૩ ના સ્તરે બંધ થયું હતું. આ સિવાય ૨૩,૯૧૬.૫૦ના સ્તરે ખૂલ્યા બાદ અંતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૨૧૭.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪,૨૧૩.૩૦ના સ્તરે બંધ રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શેરો વાળા સેન્સેક્સ ૭૮,૫૪૨ ના સ્તર પર ખુલ્યા અને ટ્રેડિંગ દરમિયાન તે વધીને ૭૯,૫૨૩.૧૩ ના સ્તર પર પહોંચી ગયા.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
