<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

ટ્રમ્‍પ અને કમલા વચ્‍ચે કયાંથી કોણ જીત્‍યું ? તમામ ૫૦ રાજ્‍યોની સંપૂર્ણ યાદી

અમેરિકામાં રાષ્‍ટ્રપતિની ચૂંટણી જીતવા માટે ૨૭૦ ઈલેક્‍ટોરલ વોટની જરૂર છે : અમેરિકાના અન્‍ય રાજ્‍યો ઉપરાંત ૭ સ્‍વિંગ રાજ્‍યો પણ ચૂંટણીમાં મહત્‍વની ભૂમિકા ભજવે છે

નવી દિલ્‍હી, તા.૬: અમેરિકામાં રાષ્‍ટ્રપતિની ચૂંટણીના પરિણામોને લઈને ચિત્ર સ્‍પષ્ટ થઈ ગયું છે. પરિણામો અનુસાર રિપબ્‍લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્‍ડ ટ્રમ્‍પને બહુમતી મળી છે. અમેરિકામાં રાષ્‍ટ્રપતિની ચૂંટણી જીતવા માટે ૨૭૦ ઈલેક્‍ટોરલ વોટની જરૂર પડે છે. પોતાની તમામ તાકાત લગાવવા છતાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ ચૂંટણી જીતી શકયા ન હતા. જેના કારણે તેમના સમર્થકોમાં નિરાશા જોવા મળી રહી છે જ્‍યારે ટ્રમ્‍પના સમર્થકોએ જ‘ મનાવવાનું શરૂ કરી દીધું છે.

અગાઉ ચૂંટણીના પરિણામોને લઈને ભારે ઉત્તેજક વાતાવરણ સર્જાયું હતું. શરૂઆતમાં એવું લાગતું હતું કે ડોનાલ્‍ડ ટ્રમ્‍પ આ ચૂંટણી સરળતાથી જીતી જશે પરંતુ મતોની ગણતરી સાથે ટ્રેન્‍ડ બદલાવા લાગ્‍યો અને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ ટ્રમ્‍પને પડકાર ફેંકી રહ્યા હતા. અમેરિકાના અન્‍ય રાજ્‍યો ઉપરાંત ૭ સ્‍વિંગ રાજ્‍યો પણ આ ચૂંટણીમાં મહત્‍વની ભૂમિકા ભજવે છે.

સ્‍વિંગ રાજ્‍યોમાં, પેન્‍સિલવેનિયા, મિશિગન અને વિસ્‍કોન્‍સિન પરંપરાગત રીતે ડેમોક્રેટિક પાર્ટીના ગઢ છે. એરિઝોના, જ્‍યોર્જિયા, નેવાડા અને નોર્થ કેરોલિના પણ સ્‍વિંગ સ્‍ટેટ્‍સમાં સામેલ છે.

અમેરિકામાં દર વખતે નવેમ્‍બર મહિનામાં ચૂંટણીઓ યોજાય છે અને આ ચૂંટણીઓ મહિનાના પહેલા મંગળવારે યોજાય છે. રાષ્‍ટ્રપતિના શપથગ્રહણનો દિવસ ૨૦ જાન્‍યુઆરી નક્કી કરવામાં આવ્‍યો છે. નવેમ્‍બરથી જાન્‍યુઆરી દરમિયાન, આઉટગોઇંગ રાષ્‍ટ્રપતિ પદ પર રહે છે પરંતુ રાષ્‍ટ્રપતિને આપવામાં આવેલી સત્તાઓ તેમની પાસે નથી. ૧૮૪૫ માં, અમેરિકન કોંગ્રેસે નિર્ણય કર્યો કે સમગ્ર દેશમાં એક જ દિવસે ચૂંટણી યોજવામાં આવશે અને આ સંદર્ભે કાયદો પસાર કરવામાં આવ્‍યો.

જાણો કયા રાજ્‍યમાં કોણ આગળ છે

કુલ મત ૫૩૮ બહુમતીનો આંકડો- ૨૭૦

નવેમ્‍બરમાં જ ચૂંટણી યોજાય છે

 

(4:06 PM IST)