News of Thursday, 7th November 2024
અમેરિકાની સંસદમાં ભારતવંશીઓનો દબદબો : ભારતીય મૂળના 6 સાંસદનો દમદાર વિજય
સંસદીય ચૂંટણીમાં કૂલ નવ ભારતીયવંશી મેદાનમાં ઉતર્યાં હતા.

અમેરિકાના સંસદમાં ભારતીયવંશીની સંખ્યા વધી છે. ભારતીય મૂળના છ અમેરિકી પ્રતિનિધિ સભાની ચૂંટણીમાં જીત મળી છે. વર્તમાન કોંગ્રેસ (અમેરિકી સંસદ)માં તેમની સંખ્યા પાંચ હતી.
તમામ પાંચ વર્તમાન ભારતીયવંશી સાંસદોને પ્રતિનિધિ સભા માટે ફરી વખત ચૂંટવામાં આવ્યા છે. સંસદીય ચૂંટણીમાં કૂલ નવ ભારતીયવંશી મેદાનમાં ઉતર્યાં હતા.
US સંસદમાં ભારતીય મૂળના સભ્યો સમોસા કાકસ તરીકે ઓળખાય છે.અત્યારે અમી બેરા, રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના,પ્રમિલા જયપાલ અને થાનેદાર તેના સભ્યો છે. ડો.અમીશ શાહે એરિઝોનાના પહેલા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી તેમના રિપબ્લિકન પ્રતિસ્પર્ધી સામે પાતળી સરસાઈથી આગળ છે. જો તે જીતવામાં સફળ થાય છે તો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ભારતીય અમેરિકનોની સંખ્યા વધીને સાત થઈ જશે.
સુહાસ સુબ્રમણ્યમે વર્જીનિયાથી ચૂંટણી જીતીને ઈતિહાસ રચ્યો હતો.ભારતીય-અમેરિકન વકીલ સુહાસ સુબ્રમણ્યમે વર્જિનિયા અને સમગ્ર ઇસ્ટ કોસ્ટમાંથી ચૂંટાયેલા સમુદાયમાંથી પ્રથમ વ્યક્તિ બનીને ઇતિહાસ રચ્યો છે. તેમણે રિપબ્લિકન પાર્ટીના માઈક ક્લેન્સીને હરાવ્યા છે. તેઓ હાલમાં વર્જિનિયા રાજ્યના સેનેટર છે.
સુબ્રમણ્યમે કહ્યું કે મને સન્માન છે કે લોકોએ મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેથી હું સૌથી મુશ્કેલ લડાઈ લડી શકું અને કોંગ્રેસમાં પરિણામ આપી શકું. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના વ્હાઇટ હાઉસ ખાતેના ભૂતપૂર્વ સલાહકાર સુબ્રમણ્યમ દેશભરના ભારતીય અમેરિકનોમાં લોકપ્રિય છે.
શ્રી થાનેદાર મિશિગનના 13મા સંસદીય ડિસ્ટ્રીક્ટમાંથી સતત બીજી ટર્મ માટે ચૂંટાયા હતા. તેમણે 2023માં પ્રથમ વખત જીત મેળવી હતી. રાજા કૃષ્ણમૂર્તિએ સતત પાંચમી વખત ઇલિનોઇસના સાતમા સંસદીય ડિસ્ટ્રીક્ટમાંથી જીત મેળવી છે.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
