News of Thursday, 7th November 2024
મમતા દીદીએ પસંદ કર્યા ઉત્તરાધિકારીઃ તૃણમુલ નેતાએ આપ્યા સંકેતો

કોલકાતા તા. ૭: તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુણાલ ઘોષે બુધવારે સંકેત આપ્યો હતો કે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પヘમિ બંગાળના આગામી મુખ્યમંત્રી બની શકે છે. જો કે, હજુ સુધી પાર્ટી સુપ્રીમો અને સીએમ મમતા બેનર્જીએ આ અંગે કંઇ કહ્યું નથી. અહીં, વિપક્ષી દળોએ ઘોષના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી અને શાસક પક્ષ પર વંશવાદી રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
અભિષેકના જન્મદિવસની પૂર્વસંધ્યાએ, ઘોષે પાર્ટીમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી અને તેમને સારા સ્વાસ્થ્યની, ખાસ કરીને તેમની આંખ સંબંધિત સમસ્યાઓમાંથી સાજા થવાની શુભેચ્છા પાઠવી હતી. ઘોષે ફેસબુક પર એક પોસ્ટમાં કહ્યું, ‘અભિષેક બેનર્જીએ ખૂબ જ નાની ઉંમરમાં પોતાની નેતળત્વ ક્ષમતા સાબિત કરી દીધી છે. હું રાજકારણમાં સક્રિય રહું કે નહીં, હું આ ઉભરતા સ્ટારને નજીકથી જોઈશ.
ઘોષે કહ્યું, ‘અભિષેક એક દિવસ પヘમિ બંગાળના મુખ્યમંત્રી બનશે અને તળણમૂલ કોંગ્રેસને નવા યુગમાં લઈ જશે. તેઓ મમતા બેનર્જીની ભાવનાઓ અને વારસાના પ્રતીક છે. અભિષેક મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
