News of Thursday, 7th November 2024
પ્રમોશનના બહાને અમારી લાજ લૂંટવા માગે છે IPS ઓફિસર..
૭ મહિલા પોલીસકર્મીનો લેટર બોમ્બ

જીંદ, તા.૭: હરિયાણાના જીંદ જિલ્લામાં તૈનાત મહિલા પોલીસકર્મીઓએ જિલ્લામાં તૈનાત IPS અધિકારી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ બાબતે મહિલા પોલીસ કર્મચારીઓએ સીએમ નાયબ સિંહ સૈનીને પત્ર લખીને આ બાબતે જાણકારી હતી. તેમાં ૭ મહિલા પોલીસકર્મીઓની સહી હતી.
જ્યારે આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે સરકાર એક્શનમાં આવી ગઈ અને તપાસના આદેશ આપ્યા હતા. આ કેસની નોંધ લેતા હરિયાણા રાજ્ય મહિલા આયોગે એસપી સુમિત કુમારને સમન્સ પાઠવ્યા હતા. તેને ફરીદાબાદ NIT ઓફિસમાં બોલાવ્યો અને તેનું નિવેદન નોંધ્યું.
સાત મહિલા પોલીસ કર્મીઓએ ઈમેઈલ મારફત મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, એડીજીપી અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પત્ર લખ્યા હતા. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, એસએચઓ, ડીએસપી અને આઈપીએસ અધિકારી સાથે મળી હનીટ્રેપ અને સેક્સ રેકેટ ચલાવી રહ્યા છે. આ એસએચઓ અને ડીએસપી બંને મહિલાઓ છે.
જીંદમાં મહિલા પોલીસ કર્મચારીઓના યૌન શોષણના મામલામાં મહિલા આયોગ આજે બીજી વખત સુનાવણી કરવા જઈ રહ્યું છે. ૩૦ ઓક્ટોબરે પંચે આ કેસના તપાસ અધિકારી એસપી આસ્થા મોદીને બોલાવ્યા હતા. જોકે, તેમણે તેમની જગ્યાએ ડીએસપીને મોકલી તપાસ રિપોર્ટ રજૂ કર્યો હતો.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
