<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

સોનામાં રૂા. ૧૬૦૦ અને ચાંદીમાં ર૦૦૦ રૂપિયાનો કડાકો

સોનું (૧૦ ગ્રામના ભાવ) રૂા. ૭૯ર૦૦ અને ચાંદીના ભાવ ઘટીને રૂા. ૯૩૦૦૦ થયા

રાજકોટ તા. ૭: બુલીયન માર્કેટમાં ગત મોડી રાત્રે સોના-ચાંદીના ભાવમાં કડાકો થયો હતો. સોનામાં રૂા. ૧૬૦૦ ઘટતા સોનું સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ) ના ભાવ ૮૦૮૦૦ હતા તે ઘટીને રૂા. ૭૯ર૦૦ થયા હતા. સોનાના બીસ્‍કીટ (૧૦૦ ગ્રામ) એ    રૂા. ૧૬૦૦   સોનાના    બીસ્‍કીટના ભાવ રૂા. ૮,૦૮,૦૦૦ હતા તે ઘટીને રૂા. ૭,૯ર,૦૦૦ થયા હતા. સોનાની સાથે ચાંદીમાં પણ રૂા. ર૦૦૦ તુટતા ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ રૂા. ૯પ૦૦૦ હતા તે ઘટીને રૂા. ૯૩૦૦૦ થયા હતા. આજ સવારથી બપોર સુધી બન્‍ને કિંમતી ધાતુઓના ભાવ યથાવત રહ્યા હતા.

(4:02 PM IST)