હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જાણીતા શિક્ષણવિદ દિનાનાથ બત્રાનું 94 વર્ષની જૈફ વયે અવસાન
તેઓ શિક્ષણમાં હિન્દુત્વના વિચારોને પ્રોત્સાહન આપવા માટે જાણીતા હતા: શિક્ષકથી લઈને જનરલ સેક્રેટરીના હોદ્દા સુધી રહી ચુક્યા હતા

નવી દિલ્હી :મહાન શિક્ષણવિદ, આદર્શ શિક્ષક, શિક્ષણ બચાવ આંદોલનના રાષ્ટ્રીય સંયોજક દીનાનાથ બત્રાનું ગુરુવાર, 7 નવેમ્બર 2024 ના રોજ 94 વર્ષની વયે અચાનક અવસાન થયું. દીનાનાથ બત્રાનો જન્મ 5 માર્ચ 1930ના રોજ અવિભાજિત ભારતના રાજનરપુર જિલ્લામાં ડેરા ગાઝી ખાન (હવે પાકિસ્તાનમાં)માં થયો હતો. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલી રાષ્ટ્રીય સ્વૈચ્છિક સંસ્થા વિદ્યા ભારતીના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. તેઓ શિક્ષણમાં હિન્દુત્વના વિચારોને પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે.
1955માં ડીએવી સ્કૂલ, ડેરા બસ્સી પંજાબમાં શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર દીનાનાથ બત્રાએ 1965 થી 1990 સુધી કુરુક્ષેત્રમાં આચાર્ય પદની જવાબદારી પણ નિભાવી છે. તેઓ અખિલ ભારતીય હિંદુસ્તાન સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે. તેઓ વિદ્યા ભારતી અખિલ ભારતીય શૈક્ષણિક સંસ્થાના મહાસચિવ પણ હતા. રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત દીનાનાથ બત્રાને શૈક્ષણિક કાર્ય પ્રત્યેના સમર્પણ માટે ઘણી સંસ્થાઓ દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો છે.
બત્રાએ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે દેશવ્યાપી ચળવળ ચલાવી છે, જેના કારણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ભારત કેન્દ્રિત શિક્ષણને પણ આધાર બનાવવામાં આવ્યો છે. તેમને સ્વામી કૃષ્ણાનંદ સરસ્વતી સન્માન, સ્વામી અખંડાનંદ સરસ્વતી સન્માન, ભાખરાવ દેવરસ સન્માન જેવા અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા છે. આવતીકાલે (શુક્રવાર) સવારે 8 થી 10 દરમિયાન તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે નવી દિલ્હીના નારાયણ વિહાર સ્થિત એજ્યુકેશન કલ્ચર અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટના કેન્દ્રીય કાર્યાલયમાં રાખવામાં આવશે
દીનાનાથ બત્રા ઇતિહાસ અને અભ્યાસક્રમમાં તેમના ફેરફારો માટે પણ જાણીતા છે, જેના કારણે ઘણા વિવાદો થયા છે. તેમણે અંગ્રેજી માધ્યમના શિક્ષણનો વિરોધ કર્યો અને હિન્દી માધ્યમને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે રાષ્ટ્રીય અને શૈક્ષણિક ચળવળોમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી અને ઘણી વખત જેલ પણ જઈ ચૂક્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
