<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

ભારતમાં ર૦૩૦ સુધીમાં ૪ અરબ ટન કાર્બન ડાયોકસાઇડ ઉત્‍સર્જન ઘટશેઃ જળવાયુ નિતીઓની અસર

સીઇઇડબલ્‍યુના રિસર્ચમાં દેશમાં લેવાઇ રહેલ પગલાને મહત્‍વના ગણાવાયા

નવી દિલ્‍હી તા. ૮: ભારતની વર્તમાન જળવાયું નીતિઓના કારણે ર૦ર૦-ર૦૩૦ દરમિયાન કાર્બન ડાયોકસાઇડ ઉત્‍સર્જનમાં લગભગ ૪ અરબ ટન ઘટાડો થવાનું અનુમાન છે. આ માહિતિ સીઇઇડબલ્‍યુના નવા સ્‍વતંત્ર અધ્‍યયનમાં બહાર આવી છે.

રિસર્ચ મુજબ ભારતના ઉર્જા, આવાસીય અને પરિવહન ક્ષેત્રોને પ્રભાવિત કરનારી નીતિઓના કારણે ર૦૧પ થી ર૦ર૦ દરમિયાન ૪૪૦ મીલીયન ટન કાર્બન ડાયોકસાઇડનું ઉત્‍સર્જન પહેલાજ બચી ગયું છે. જે ર૦ર૩ના યુરોપીય યુનીયન કરતા ૧.૬ ગણું છે. ભારતમાં સૌથીફ વધુ ઘટાડો ઉર્જા ક્ષેત્રમાં જોવા મળ્‍યો છે.

ભારતે ર૦૭૦ સુધી પોતાના નેટ ઝીરો લક્ષ્ય મેળવવા માટે આગામી દાયકાઓમાં કાર્બન ઉર્ત્‍સજન ઘટાડવાના પ્રયાસોને વધારવા પડશે અને અગ્રણી જળવાયુ નિતીઓને સમર્થન આવતું રહેવું પડશે. અધ્‍યયન મુજબ ભારતની જળવાયુ નિતિઓ એકીકરણરૂપથી ઉત્‍સર્જન ઘટાડવામાં મદદ કરી રહી છે.

ઉર્જા મિશ્રણમાં અક્ષય ઉર્જાના ભાગનો વિસ્‍તાર કરવો, ઇલેકટ્રીક વાહનો અપનાવવામાં ઝડપ લાવવા અને સ્‍થાનીક એસી અને પ્રકાશ વ્‍યવસ્‍થામાં ઉર્જા દક્ષતાનું સુધારવાના પ્રયાસની અસર જોવા મળી રહી છે.

(2:55 PM IST)