<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

ઇરાને આપી ટ્રમ્‍પને મારવાની ધમકી !

 

ગાઝા અને લેબનોનમાં ઇરાનની પ્રતિષ્‍ઠા દાવ પર છે. ટ્રમ્‍પ ત્‍યાં વધુ સખત વલણ અપનાવી શકે છે. અમેરિકન ચુંટણીના પરિણામો આવ્‍યા પછી ઇરાનની કરન્‍સી પોતાના સૌથી નીચલા સ્‍તરે પહોંચી ગઇ છે.

ઇરાનની ઇસ્‍લામિક રિવોલ્‍યુશનરી ગાર્ડ કોર્પ્‍સ (આઇજીઆરસી) અને તેની સેનાએ ટેલીગ્રામ ચેનલ પર વીડીયો પોસ્‍ટ કરીને ટ્રમ્‍પને મારવાની ધમકી આપી છે. વીડીયોનો અંત લોહીલૂહાણ ટ્રમ્‍પના ફુટેજ સાથે એ કહેતા થાય છે કે ‘‘વી વીલ ફીનીશ ધ જોબ''

આઇજીઆરસીના પૂર્વ કમાંડર હુસૈન કનાની મુગાદમે કહ્યું, અમેરિકાના હાથે જનરલ કાસિમ સુલેમાનની શહીદીનો મુદો હજુ સમાપ્‍ત નથી થયો. બદલાની તલબર ટ્રમ્‍પના માથે લટકી રહી છે.

(4:12 PM IST)