હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતીય અંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં ૪ મહાન કલાકારોની શતાબ્દી ઉજવાશે
ગોવામાં યોજાનાર સમારોહમા નવ દિવસ સુધી ચાલનાર કાર્યક્રમ દરમિયાન તેમના કાલજયી ક્લાસિક્સને પુનસ્થાપિત સંસ્કરણ પણ પ્રસ્તુત કરાશે

મુંબઈ: ભારતીય અંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (આઈએફએફઆઈ) પોતાના આગામી ૫૫ માં સંસ્કરણમાં ભારતીય સિનેમાના ૪ મહાન કલાકારો રાજ કપૂર, તપન સિન્હા, અક્કિનેની નાગેશ્વર રાવ (એએનઆર) અને મોહમ્મદ રફીની શતાબ્દી ઉજવશે. ગોવામાં યોજાનાર આ સમારોહમા નવ દિવસ સુધી ચાલનાર કાર્યક્રમ દરમિયાન તેમના કાલજયી ક્લાસિક્સને પુનસ્થાપિત સંસ્કરણ પણ પ્રસ્તુત કરવામાં આવશે.
૨૦ નવેમ્બરે યોજાનાર આઈએફએફઆઈ ના ઉદ્ઘાટન સમારોહમાં આ દિગ્ગજોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સાથે- સાથે એક દ્રશ્ય-શ્રવ્ય પ્રસ્તુતિના માધ્યમથી તેમની સિનેમાની યાત્રાને જીવંત કરવામાં આવશે.
મહોત્સવમાં ૨૨ નવેમ્બરે એએનઆર, ૨૪ નવેમ્બરે કપૂર, ૨૬ નવેમ્બરે રફી અને ૨૭ નવેમ્બરે સિન્હા ને સમ્માનિત કરવામાં આવશે.
મહોત્સવમાં સમ્માનિત અતિથિયો અને પરિવારના સભ્યો સાથે ગહન પૈનલ ચર્ચા અને વાર્તાલાપ સત્ર આયોજિત કરવામાં આવશે. જે ૪ સિનેમા દિગ્ગજોના જીવન અને વિરાસત વિષે અદ્વિતીય અંતદ્રષ્ટિ પ્રદાન કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
