હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 9th November 2024
EVM હૈક કરીને MVA ના ઉમેદવારને ચૂંટણી જીતાડવાની ઓફર મળી !!
ઈવીએમ સરળતાથી હૈક થઈ શકતું નથી તેથી તેની ઓફર સ્વીકારેલી નહીં.

મુંબઈ: મહારાષ્ટ્રમાં તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવાને માટે સંપૂર્ણ રીતે જોર લગાવી રહ્યા છે. તેવામાં એમવીએ ના ઉમેદવાર વસંત ગીતેની ઓફિસમાં કામ કરવાવાળી એક વ્યક્તિ આનંદ શિરસાતને ભગવાન સિહ ચવ્હાણ નામની વ્યક્તિ મળી, તેણે ઓફર આપી કે, તેઓ ઈવીએમ હૈક કરીને ચૂંટણી જીતાડી શકે છે. તેઓ ચૂંટણી પંચની પ્રોગ્રામિંગ કરવાવાળા લોકોમાંથી એક વ્યક્તિને ઓળખે છે, તેની મદદથી ઇવીએમ મશીન સરળતાથી હૈક કરી શકાય છે. તેને માટે રૂ. ૪૨ લાખ આપવા પડશે. આ કામ માટે પહેલા રૂ.૫ લાખ એડવાન્સ ચૂકવવાના રહેશે. આનંદ સારી રીતે જાણતા હતા કે, ઈવીએમ સરળતાથી હૈક થઈ શકતું નથી તેથી તેની ઓફર સ્વીકારેલી નહીં.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
