હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 9th November 2024
કેનેડામાં ખાલીસ્તાની અલગાવવાદીઓ હાજર હોવાનું ટ્રુડોએ સ્વીકાર્યું !

કેનેડામાં ખાલીસ્તાની અલગાવવાદીઓ હાજર હોવાનું કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્વીકાર્યું છે, અલગાવવાદીઓને, ત્રાસવાદીઓ ગણાવવા કેનેડા હંમેશા ઇનકાર કરતું રહ્યું છે. કેનેડાના વડાપ્રધાનનું બેવડું વલણ ફરી એકવાર બહાર આવ્યું છે. આતંકીઓને આશરો આપવાના આક્ષેપો તેમની સરકાર સામે સતત થઈ રહ્યા છે. ત્યારે તેઓ ભારત ઉપર આવા અલગ અલગવવાદીઓની કેનેડામાં હત્યાનું કાવતરું કરવાનો ભારત ઉપર આરોપ પણ લગાવતા રહ્યા છે. જોકે હવે પ્રથમ વખત તેમણે કબૂલ્યું છે કે કેનેડામાં ખાલીસ્તાનીઓ ઉપસ્થિત છે. હકીકતમાં ટ્રુડોએ એવું કહ્યું હતું કે કેનેડામાં ખાલીસ્તાની તરફથી અલગાવવાદીઓ શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી. આમ ટ્રુડોએ ખાલિસ્તાની અલગાવવાદીઓની કેનેડામાં હાજરી અંગે સ્વીકાર કરતા કેનેડા સરકાર ખાલીસ્તાની આતંકીઓને આશ્રય આપી રહ્યાની ભારત સરકારની વાતને અનુમોદન મળે છે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
