હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
CMના હેમંત સોરેનના અંગત સચિવ ઘરે દરોડા
ઝારખંડમાં મતદાન પહેલા આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી : આવકવેરા વિભાગ રાંચીમાં ૭ સ્થળો અને જમશેદપુરમાં ૯ સ્થાનો પર દરોડા

રાંચી, તા.૯: આવકવેરા વિભાગે શનિવારે મુખ્ય પ્રધાન હેમંત સોરેનના અંગત સચિવ સુનીલ શ્રીવાસ્તવ અને તેમની સંલગ્ન મિલકતો પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. રાંચીમાં સાત સ્થળો અને જમશેદપુરમાં નવ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ દરોડાને ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે. હવાલા મારફતે નાણાં ટ્રાન્સફર થયા હોવાની માહિતી વિભાગ પાસે છે.
સીએમ હેમંત સોરેનના અંગત સચિવ હોવા ઉપરાંત, સુનીલ શ્રીવાસ્તવ ઝારખંડ મુક્તિ મોરચાની કેન્દ્રીય સમિતિના સભ્ય અને પાર્ટીના સ્ટાર પ્રચારક પણ છે.
આ પહેલા ૧૪ ઓક્ટોબરે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હેમંત સરકારના કેબિનેટ મંત્રીના ભાઈના ઘરે દરોડા પાડ્યા હતા. ઈડીએ જલ જીવન મિશનમાં થયેલા કૌભાંડના સંબંધમાં સોરેન સરકારના કેબિનેટ મંત્રી મિથલેશ ઠાકુરના ભાઈ વિનય ઠાકુર, ખાનગી સચિવ હરેન્દ્ર સિંહ અને વિભાગના અનેક એન્જિનિયરોના ઘર પર દરોડા પાડ્યા હતા.
ઝારખંડમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાની ચૂંટણીને આડે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે, તે પહેલા આવકવેરા વિભાગે મુખ્યમંત્રીના ખાનગી સચિવના પરિસરમાં દરોડા પાડ્યા છે. ઝારખંડમાં પ્રથમ તબક્કામાં ૧૩ નવેમ્બરે અને બીજા તબક્કામાં ૨૦ નવેમ્બરે મતદાન થશે. પરિણામ ૨૩મી નવેમ્બરે આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
