<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

દેશની અડધી યુવા મહિલાઓ પાસે ન કામ - ન કૌશલ દેશમાં જર્મનીની વસ્‍તીની બરાબર મહિલાઓના હાથ ખાલી

૪૪.૬% મહિલાઓનું દેશની કોઇ પણ ઉત્‍પાદક પ્રવૃતિમાં યોગદાન નથી

નવી દિલ્‍હી, તા.૯: ઉર્જાથી ભરપૂર દેશની યુવા વસ્‍તીનો મોટો હિસ્‍સો ન તો કોઈ કામ છે અને ન તો પોતાની જાતને નિખારી શકે છે. સ્‍ટેટિસ્‍ટિક્‍સ મિનિસ્‍ટ્રીના રિપોર્ટ અનુસાર ૧૫-૨૯ વર્ષની ૪૬ ટકા મહિલાઓ પાસે કોઈ કામ નથી. તેણી કુશળ અથવા આત્‍મનિર્ભર બનવા માટે સક્ષમ બને તેવું કંઈ પણ કરી રહી નથી. સમાન વય જૂથના આઠ ટકા પુરુષોની પણ આવી જ સ્‍થિતિ છે.

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા વાર્ષિક મોડ્‍યુલર સર્વે ૨૦૨૨-૨૩ના અહેવાલ મુજબ, ૧૫-૨૯ વર્ષની વય જૂથની ૪૪.૬ ટકા મહિલાઓ કોઈપણ ઉત્‍પાદક પ્રવળત્તિમાં સામેલ નથી. તે ન તો ભણે છે, ન નોકરી કરે છે, ન તો કોઈ તાલીમ લઈ રહી છે. આ અહેવાલ ગયા મહિને બહાર પાડવામાં આવ્‍યો હતો.

આઠ કરોડથી વધુ છોકરીઓની જગ્‍યા ખાલી છે આ આંકડો વધુ ચિંતાજનક છે કારણ કે ૧૫-૨૯ વર્ષની વય જૂથમાં સૌથી વધુ યુવાનો છે. એક અંદાજ મુજબ, આ વયજૂથમાં લગભગ ૩૮ કરોડ વસ્‍તી છે, જેમાંથી ૪૮ ટકા વસ્‍તી મહિલાઓની છે અને ૧૮.૫ કરોડ વસ્‍તી છોકરીઓની છે. એટલે કે ૧૮.૫ કરોડ છોકરીઓમાંથી ૪૪.૬ ટકા બેરોજગાર અથવા તાલીમથી દૂર છે. આનો અર્થ એ થયો કે આઠ કરોડથી વધુ છોકરીઓ એવું કંઈ કરી રહી નથી જેનાથી અર્થતંત્ર મજબૂત થાય. આ સંખ્‍યા જર્મનીની વસ્‍તી જેટલી છે. આ વર્ગમાં માત્ર આઠ ટકા યુવાનો એવા છે જેઓ શિક્ષણ, રોજગાર અને તાલીમ જેવી કોઈપણ પ્રવળતિ સાથે સંકળાયેલા નથી.

શહેરો હોય કે ગામડાંની સ્‍થિતિ એક સરખી જ છે. ગ્રામીણ વિસ્‍તારોમાં, ૮.૪ ટકા યુવાનો અને ૪૬.૬ ટકા છોકરીઓ ઉપરોક્‍ત ત્રણમાંથી કોઈપણ પ્રવળત્તિમાં સામેલ નથી. શહેરી વિસ્‍તારોમાં આવા યુવાનો ૭.૧ ટકા અને છોકરીઓ ૩૯.૮ ટકા છે.

નિષ્‍ણાતોના મતે, આ અહેવાલ દર્શાવે છે કે શિક્ષણમાં મહિલાઓ સાથેના ભેદભાવનું અંતર હજુ પણ ઊંડું છે. જો તેઓ શિક્ષિત ન હોય તો તેઓ તાલીમ અને રોજગારના આગળના તબક્કામાં પાછળ રહી જાય છે. આઠ અને ૪૪ ટકાનો આ ગેપ આ દર્શાવે છે.

(11:51 AM IST)