તા. ૯ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૪ શુક્રવાર
વંદે ભારત એક્સપ્રેસને ફરી અકસ્માત: યુવક પાટા પર એક યુવક બાઈક છોડી ભાગી ગયો
બાઈક ટ્રેનના એન્જિનની સાથે અથડાઈને દૂર સુધી ઘસડાઈ: કેટલાક યુવકો બાઈક લઈને રેલવે ટ્રેક પાર કરતા હતા :સામેથી વંદે ભારત આવતી જોઈ એક યુવક બાઈકને રેલવે ટ્રેક પર છોડી ફરાર

યુપીના પ્રયાગરાજથી એક મોટી ઘટના સામે આવી છે. જેમાં પાટા પર જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસની સામે એક યુવક બાઈક છોડીને ભાગી ગયો હતો. જેના કારણે બાઈક વંદે ભારત ટ્રેનના એન્જિનની સાથે અથડાઈને દૂર સુધી ઘસડાઈ હતી.
ગઈકાલે સાંજે 4.20 વાગ્યે વંદે ભારત વારાણસીથી પ્રયાગરાજ જંક્શનની તરફ જઈ રહી હતી. ઝાંસી સ્ટેશન નજીક બંધવા તાહિરપુર રેલવે અંડરપાસની ઉપર કેટલાક યુવકો બાઈક લઈને રેલવે ટ્રેક પાર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે સામેથી વંદે ભારત આવતી જોઈ તો એક યુવક બાઈકને રેલવે ટ્રેક પર છોડીને ભાગી ગયો.
બાઈક અને વંદે ભારત ટ્રેન વચ્ચે જોરદાર ટક્કર થઈ. વંદે ભારતની અંદર બેસેલા મુસાફરોને પણ જોરદાર ઝટકો લાગ્યો. બાઈક ઘસડાવાનો જોરદાર અવાજ આવ્યો. આ દરમિયાન ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી. અકસ્માતની સુચના વારાણસી સ્થિત પૂર્વોત્તર રેલવેના કંટ્રોલ રુમને આપવામાં આવી. રેલવે ટ્રેક પર અવરજવર રોકી દેવામાં આવી.
RPF અને જીઆરપી ઘટનાની તપાસ કરી રહી છે. બાઈકના માલિકની શોધખોળ કરવામાં આવી રહી છે. બાઈકચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતને કારણે વંદે ભારત ટ્રેન પાટા પરથી ઉતરી ન હતી, નહિ તો મોટો અકસ્માત થઈ શકતો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
