<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

આગ્રા - લખનૌ એક્‍સપ્રેસ-વે પર પાર્ક કરેલી ટ્રક સાથે બસ અથડાઈ : ૫ના મોત : ૬ ગંભીર

ગુજરાતના પ્રવાસીઓને યુપીમાં નડયો અકસ્‍માત

આગ્રા, તા. ૯ : આગ્રા-લખનૌ એક્‍સપ્રેસ વે પર શુક્રવારે રાત્રે એક પ્રવાસી બસ પાર્ક કરેલા ડમ્‍પર સાથે અથડાઈ હતી. જેના કારણે એક મહિલા સહિત પાંચ લોકોના મોત થયા હતા. ૨૦ ઘાયલ છે જેમાંથી છની હાલત ગંભીર છે. દરેકને જિલ્લા સંયુક્‍ત હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. બસમાં મુસાફરી કરી રહેલા લોકો મથુરામાં છોકરાનું મુંડન કરાવીને લખનૌ પરત ફરી રહ્યા હતા. આ ઘટનામાં બાળકના પિતાનું પણ મોત થયું હતું. ઘટના સમયે બસ ચાલક નશામાં હતો.

આ પરિવાર મુંડન કરાવવા માટે મથુરા ગયો હતો. બાળકનું મુંડન કરાવવા માટે લખનઉથી મથુરા ગયેલો પરિવાર રાત્રે પરત ફરી રહ્યો હતો. ત્‍યારે રાત્રે ૧૦:૩૦ વાગ્‍યે, તેમની બસનસીરપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના માઇલ સ્‍ટોન ૪૯ પર એક ડમ્‍પર સાથે અથડાઈ હતી. ઘટના સમયે મોટાભાગના મુસાફરો સૂતા હતા. અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો આવી પહોંચ્‍યા. માહિતી મળતાં એસપી રૂરલ અખિલેશ ભદૌરિયા અને ઉપેડાની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી હતી. આ પછી ઘાયલોને બહાર કાઢીને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સમાં હોસ્‍પિટલ મોકલવાનું કામ શરૂ થયું. અંધારાના કારણે પોલીસ ટીમને મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો.

દાદર નગર હવેલી, સિલવાસામાં રહેતા કાંતિભાઈ તેમના પરિવાર અને સંબંધીઓ સહિત ૧૯ લોકો સાથે ૨ નવેમ્‍બરના રોજ ભાડાની ટ્રાવેલર કારમાં ધાર્મિક સ્‍થળોની મુલાકાત લેવા નીકળ્‍યા હતા. આ તમામ લોકો ગુજરાતના હિંગરાજ ગોમતીનગરથી નીકળ્‍યા હતા. ગુરુવારે અયોધ્‍યામાં મંદિરોના દર્શન કર્યા બાદ બધા મથુરા-વળંદાવન જઈ રહ્યા હતા. સવારે ૫:૩૦ વાગ્‍યે, નસીરપુર વિસ્‍તારમાં કિમી ૫૪ પર એક્‍સપ્રેસ વેની બાજુમાં પાર્ક કરાયેલા કન્‍ટેનર સાથે એક પ્રવાસી બસ પાછળથી ધડાકાભેર અથડાઈ હતી. ઘટના બાદ ચાલક કન્‍ટેનર લઈને ફરાર થઈ ગયો હતો.

(2:50 PM IST)