હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરીમાં ૧૪મી સુધી વરસાદનું ‘ઓરેન્જ' એલર્ટ
યુપી-બિહારમાં ઠંડીએ ટકોરા માર્યા : બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સરકયુલેશનને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય

નવી દિલ્હી : તા.૯ : દિલ્હીમાં ધુમ્મસ અને વાયુ પ્રદૂષણને કારણે હાલમાં તાપમાન ૩૦ થી ૩૨ની વચ્ચે છે, તેથી ઠંડીનો અહેસાસ નથી, બલ્કે ભેજથી લોકો પરેશાન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સરકયુલેશનને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે, જેના કારણે દક્ષિણ ભારતના ૪ દરિયાકાંઠાના રાજ્યોમાં આજથી ૧૪ નવેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે.
તે જ સમયે, ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ઠંડીએ દસ્તક આપી છે. બિહાર, ઉત્તર ઙ્કદેશ અને ઝારખંડમાં સવાર-સાંજ ગાઢ ધુમ્મસ છવાયું છે. વાયુ ઙ્કદૂષણને કારણે દિલ્હીમાં હાલમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. લોકો હજુ પણ ઠંડીની રાહ જોઈ રહ્યા છે અને ૧૫ નવેમ્બર બાદ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. ૨૧ નવેમ્બર પછી ગાઢ ધુમ્મસ થઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરીમાં ૧૪ નવેમ્બર સુધી વરસાદનું ‘ઓરેન્જ' એલર્ટ આપ્યું છે. કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ અને ઇડુક્કી જિલ્લાઓ માટે ‘યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. પુડુચેરીના માહે, યાનમ, કરાઈકલમાં પણ વરસાદનું એલર્ટ છે. આ સિવાય કર્ણાટકના કેટલાક ભાગોમાં વાદળો પણ વરસી શકે છે.
હવામાન વિભાગે માછીમારોને તોફાની પવનો અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને કેરળ-લક્ષદ્વીપ કિનારે માછીમારી ન કરવાની સલાહ આપી છે. તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં ૯-૧૦ અને ૧૧ નવેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે. તામિલનાડુ, કેરળ, માહે, પુડુચેરી, કરાઈકલમાં ૧૨-૧૩ અને ૧૪ નવેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. આ રાજ્યોમાં વરસાદની અસર સમગ્ર દેશમાં જોવા મળી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લા નીના સક્રિય હોવાને કારણે વૈશ્વિક હવામાન સંસ્થાએ આગાહી કરી છે કે ભારત, ખાસ કરીને ઉત્તર ભારતમાં આ વર્ષે સામાન્ય કરતાં વધુ ઠંડી રહેશે. ડિસેમ્બરના ઙ્કથમ સપ્તાહમાં પ્રશાંત મહાસાગરમાં લા નીના સક્રિય હોવાને કારણે સમુદ્રની સપાટી ઠંડી રહેશે. ત્યારે સમુદ્રમાંથી ઉછળતા પવનો ભારતને ત્રાટકે છે. નવેમ્બરમાં બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં શિયાળા પહેલાની અસર જોવા મળે છે.
લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં સવાર-સાંજ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ૨૧ નવેમ્બર બાદ ગાઢ ધુમ્મસના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. રાજધાની દિલ્હીમાં સવારે આછું ધુમ્મસ છે, પરંતુ દિવસ દરમિયાન ધુમ્મસની ચાદર છવાયેલી છે. દિલ્હીમાં ૨૦ નવેમ્બર સુધી મહત્તમ તાપમાન ૩૨ થી ૩૩ ડિગ્રી રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાન પણ ૧૮ થી ૨૦ ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. આજે દિલ્હીનો AQI ૩૬૧ નોંધાયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
