<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

૨૫ વર્ષમાં ભારત કરશે ચમત્‍કાર : જીડીપી થશે રૂ. ૨,૯૫,૩૪,૧૦,૨૫,૦૦,૦૦,૦૦૦

અમેઝિંગ ગોવા ગ્‍લોબલ બિઝનેસ સમિટ ૨૦૨૪ના ઉદઘાટન સત્રને સંબોધતા ગોયલ : ૨૧મી સદી ભારતની છે અને તે ત્રણ વર્ષમાં ત્રીજી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્‍યવસ્‍થા બનવાના માર્ગે છે ભારતની વિકાસગાથા આગામી ૨૫ વર્ષમાં દેશની વર્તમાન $૩,૫૦૦ અબજની અર્થવ્‍યવસ્‍થાને ૩૫,૦૦૦ અબજ સુધી લઈ જશે : પીયૂષ ગોયલ


 

પણજી, તા.૯: આગામી ૨૫ વર્ષ ભારતના નામે થવાના છે. દેશના કેન્‍દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે સ્‍પષ્ટ કર્યું છે કે ૨૫ વર્ષ પછી ભારતની અર્થવ્‍યવસ્‍થાનું કદ બમણું થશે. આનો અર્થ એ થયો કે ભારતની વર્તમાન જીડીપી $૩.૫ ટ્રિલિયનથી વધીને $૩૫ ટ્રિલિયન થશે. કેન્‍દ્રીય વાણિજ્‍ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્‍યું હતું કે ભારતની વિકાસગાથા આગામી ૨૫ વર્ષમાં દેશની વર્તમાન ૩,૫૦૦ અબજ ડોલરની અર્થવ્‍યવસ્‍થાને ૩૫,૦૦૦ અબજ ડોલર સુધી લઈ જશે. અમેઝિંગ ગોવા ગ્‍લોબલ બિઝનેસ સમિટ ૨૦૨૪ના ઉદઘાટન સત્રને સંબોધતા ગોયલે કહ્યું કે ૨૧મી સદી ભારતની છે અને તે ત્રણ વર્ષમાં ત્રીજી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્‍યવસ્‍થા બનવાના માર્ગે છે. વાઈબ્રન્‍ટ ગોવા ફાઉન્‍ડેશનની પહેલ પર આયોજિત સમિટના ઉદ્ધાટન સમારોહમાં મુખ્‍યમંત્રી પ્રમોદ સાવંત, પૂર્વ કેન્‍દ્રીય મંત્રી સુરેશ પ્રભુ અને અન્‍ય ઘણી હસ્‍તીઓ હાજર રહી હતી.

ગોયલે કહ્યું કે વડા પ્રધાન મોદીએ સાચું કહ્યું છે કે ૨૧મી સદી એ ભારતની સદી છે...આજે આપણે જે કરી રહ્યા છીએ તે શ્રેષ્ઠ અને વ્‍યાપક છે. તેમણે કહ્યું કે અમે ૨૦૪૭ સુધીમાં ભારતને એક વિકસિત અને સમળદ્ધ રાષ્‍ટ્ર બનાવવા માટે કેન્‍દ્રિત વિઝન સાથે કામ કરી રહ્યા છીએ, જ્‍યારે (૨૦૪૭માં) અમે આઝાદીની ૧૦૦મી વર્ષગાંઠ ઉજવીશું. મંત્રીએ કહ્યું કે ભારતની વળદ્ધિની ગાથા આગામી ૨૫ વર્ષમાં આપણી અર્થવ્‍યવસ્‍થાને ૩,૫૦૦ અબજ યુએસ ડોલરથી ૩૫,૦૦૦ અબજ ડોલર સુધી લઈ જશે. ગોયલે કહ્યું કે આ ૧૦ ગણી વળદ્ધિ ભારતના મજબૂત આર્થિક પાયાના બળ પર છે. આપણે સૌથી ઝડપથી વિકસતી અર્થવ્‍યવસ્‍થા છીએ. નીચી ફુગાવો, મજબૂત વિદેશી મુદ્રા ભંડાર અને રોકાણકારો માટે સાનુકૂળ વાતાવરણને કારણે છેલ્લા ૧૦ વર્ષમાં દેશમાં અગાઉના દાયકાની સરખામણીમાં વિદેશી પ્રત્‍યક્ષ રોકાણ (FDI) બમણું આવ્‍યું છે.

મુખ્‍યમંત્રી પ્રમોદ સાવંતે આ પ્રસંગે કહ્યું હતું કે ગોવા વડાપ્રધાન મોદીના વિઝનમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે આજે અમે અહીં નવા ગોવાને રજૂ કરવા આવ્‍યા છીએ, જે ભવિષ્‍યમાં વાઇબ્રન્‍ટ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ડેસ્‍ટિનેશન તરીકે ઉભરી આવવા માટે તૈયાર છે. અમે પ્રવાસનથી આગળ વધીને રાજ્‍યને ઉભરતા ઉદ્યોગોનું એક સમળદ્ધ હબ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ, જે ગોવાને વૈશ્વિક નકશા પર મૂકશે. પૂર્વ કેન્‍દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતળત્‍વમાં ભારત જોખમ વિશ્‍લેષણની દ્રષ્ટિએ સૌથી ઓછા જોખમી દેશોમાંનો એક છે. ત્રણ દિવસીય અમેઝિંગ ગોવા ગ્‍લોબલ બિઝનેસ સમિટ ૨૦૨૪માં દરિયાકાંઠાના રાજ્‍યમાં રોકાણ આકર્ષવા માટે વિવિધ સત્રો, બિઝનેસ-ટુ-બિઝનેસ મીટિંગ્‍સ અને અન્‍ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે

(3:36 PM IST)