હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પંજાબ પેટાચૂંટણી: ખેડૂતોની તુલના તાલિબાન સાથે કરતા હોબાળો :કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુએ કર્યું વિવાદી નિવેદન
પંજાબના મુક્તસરમાં ગિદ્દરબાહા વિધાનસભા પેટાચૂંટણીના પ્રચાર માટે આવેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ ખેડૂતોની સરખામણી તાલિબાન સાથે કરી: ખેડૂતોએ કેન્દ્રીય રાજ્યમંત્રીને નિવેદન પાછું ખેંચી માફી માંગવાની માંગ કરી

નવી દિલ્હી : પંજાબના ગિદરબાહા વિધાનસભા પેટાચૂંટણીના પ્રચાર માટે પંજાબના મુક્તસર પહોંચેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ ખેડૂતોની સરખામણી તાલિબાન સાથે કરી હતી. ખેડૂતો પર નિશાન સાધતા રવનીત બિટ્ટુએ કહ્યું કે આ ખેડૂતો નહીં પરંતુ કેટલાક ખેડૂત નેતાઓ છે જે રાજ્યમાં ભાજપનો વિરોધ કરી રહ્યા છે પંજાબની ચાર વિધાનસભા સીટો પર 20 નવેમ્બરે મતદાન છે. આ બેઠકો છે ગિદ્દરબાહા, બરનાલા, ડેરા બાબા નાનક અને ચબ્બેવાલ
બિટ્ટુએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ જ ખેડૂતોને મોકલે છે. મોટા ખેડૂત નેતાઓની જમીનની તપાસ થશે. પેટાચૂંટણી પછી આપણે વાત કરીશું કે તેઓ જ્યારે ખેડૂત હતા ત્યારે તેમની પાસે કેટલી જમીન હતી અને નેતા બન્યા પછી તેમની પાસે હવે કેટલી જમીન છે?
વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓને ચેતવણી આપતા બિટ્ટુએ કહ્યું કે પેટાચૂંટણી પછી તેમની સંપત્તિની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ તપાસ ખેડૂત આગેવાનો બન્યા બાદ તેમની સંપત્તિ અંગે કરવામાં આવશે.
બિટ્ટુએ કહ્યું કે ખેડૂત નેતાઓ પોતે કમિશન એજન્ટ અને શેલરના માલિક બની ગયા છે અને હવે પંજાબમાં ખાતરના વાહનોને લૂંટી રહ્યા છે. તેઓ ખાતર લઈને આવતી ટ્રેનોને લૂંટી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ તાલિબાન બની ગયા છે. રવનીત બિટ્ટુએ પંજાબના ખેડૂતોને લઈને નિવેદન આપ્યું હતું કે માત્ર કેટલાક ખેડૂત નેતાઓ જ ભાજપનો વિરોધ કરી રહ્યા છે અને બાકીના ખેડૂતો ભાજપની તરફેણમાં છે.
સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય)ના ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુની તપાસ થવી જોઈએ. આ ખેડૂતો નેતાઓને તાલિબાની કહી રહ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતોને ચેક કરવા કોણે રોક્યા છે? તેઓ જ્યારે ઇચ્છે ત્યારે તપાસ કરી શકે છે. અમે ડરતા નથી. ચૂંટણી પછી ભૂલી જાવ, ચૂંટણી વચ્ચે જ તપાસ થવી જોઈએ.
સર્વન સિંહ પંઢેરે કહ્યું કે મંત્રીઓ રાજ્યના ખેડૂતોને ધમકાવી રહ્યા છે, પરંતુ તેમને ધમકીઓથી ડરાવી શકાય નહીં. તેમણે કહ્યું કે બિટ્ટુ એક સમયે કોંગ્રેસના નેતા હતા. તે સમયે તેઓ ખેડૂતોના પક્ષમાં વાત કરતા હતા. પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ આવા જ નિવેદનો આપતા હતા, પરંતુ હવે તેઓ પણ ખેડૂતોને નિશાન બનાવી રહ્યા છે. સરવન પંઢેરે ખેડૂતોની સરખામણી તાલિબાન સાથે કરવા બદલ રવનીત બિટ્ટુની માફી માંગવાની પણ માંગ કરી છે. તેમણે કહ્યું કે તાલિબાન શબ્દનો ઉપયોગ સંપૂર્ણપણે ખોટો છે, અસલી તાલિબાન ભાજપ છે, જેણે મણિપુરમાં હિંસાને પ્રોત્સાહન આપ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
