<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

ગાઝામાં યુદ્ધવિરામ માટેના પ્રયાસોથી કતારે થયું અલગ :હમાસના અધિકારીઓને દોહા છોડવા નિર્દેશ

ગાઝામાં ઇઝરાયલી બંધકોને મુક્ત કરવાની હમાસની અનિચ્છા અને યુદ્ધવિરામ વાટાઘાટોમાં તેના અક્કડ વલણને કારણે કતારે આવું પગલું ભર્યું

દોહા. કતારે ગાઝામાં યુદ્ધવિરામ હાંસલ કરવાના પ્રયાસોથી પોતાને દૂર રાખ્યા છે અને પેલેસ્ટિનિયન સંગઠન હમાસને દોહામાં તેની ઓફિસ બંધ કરવા પણ કહ્યું છે. ગાઝામાં ઇઝરાયલી બંધકોને મુક્ત કરવાની હમાસની અનિચ્છા અને યુદ્ધવિરામ વાટાઘાટોમાં તેના અક્કડ વલણને કારણે કતારે આવું કર્યું છે. હમાસના અધિકારીઓને 2012થી કતારમાં કામ કરવાની પરવાનગી મળી છે.

     અમેરિકાના ઈશારે કતારે આ કડક વલણ દાખવ્યું છે. ગાઝામાં ઇઝરાયલી હુમલા શરૂ થયાના થોડા અઠવાડિયા બાદ કતાર અમેરિકા અને ઇજિપ્ત સાથે મળીને યુદ્ધવિરામ હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. નવેમ્બર 2023 માં, ગાઝામાં સાત દિવસનો યુદ્ધવિરામ થયો અને એકસોથી વધુ બંધકોને મુક્ત કરવામાં આવ્યા, પરંતુ લડાઈ કાયમ માટે બંધ થઈ નહીં. 

    દરમિયાન, હમાસ બાકીના આશરે એકસો બંધકોને છોડવા તૈયાર ન હતું. કતારની રાજધાની દોહામાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બંધકોને મુક્ત કરવાની ઓફરનો સતત અસ્વીકાર કરવાને કારણે હમાસના અધિકારીઓને દેશ છોડવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ હમાસના અધિકારીઓને હજુ સુધી કતાર છોડવાની અંતિમ તારીખ આપવામાં આવી નથી.

 

 

(11:59 PM IST)