<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

એક્સપ્રેસ વે પર સાઈડમાં ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાતા એક જ પરિવારના ૫ સભ્ય ઘટના સ્થળે મોત

મૃતકોમાં અમન (૨૭ વર્ષ), દેવી સિંહ (૬૦ વર્ષ), રાજકુમારી (૫૦ વર્ષ), વિમલેશ (૪૦ વર્ષ), જીવન (૪૦ વર્ષ) નો સમાવેશ

નવી દિલ્હી: નોઈડાથી ગ્રેટર નોઈડાને જોડતા એક્સપ્રેસ વે પર આજે સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ મહિલા અને બે પુરુષ સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

 મૃતકના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. અકસ્માત થવાનું કારણ કારચાલકને ઝોકું આવી ગયું હોવાનું મનાઇ રહ્યું છે.

 મૃતકોમાં અમન  (૨૭ વર્ષ), દેવી સિંહ (૬૦ વર્ષ), રાજકુમારી (૫૦ વર્ષ), વિમલેશ (૪૦ વર્ષ), જીવન (૪૦ વર્ષ) નો સમાવેશ થાય છે.

 મૃતકો તમામ એક કારમાં જઈ રહ્યા હતા. જ્યારે વહેલી સવારે કારચાલકે નોઈડા એક્સપ્રેસ વેની બાજુમાં ઉભેલી ટ્રકને ટક્કર મારી દીધી. જેમાં તમામ ૫ લોકોના મોત થયા હતા

(11:28 AM IST)