<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

કેરળમાં શરમજનક ઘટનાઃ શિક્ષકે વિદ્યાર્થીને આપી તાલિબાની સજા, પહેલા ગરમ લોખંડથી આપ્યા ડામ પછી ગુપ્તાંગ પર લગાવ્યું મરચું

આરોપી શિક્ષક ઉમૈર અશરફી ગુનો કર્યા બાદ કર્ણાટકથી તામિલનાડુ ભાગી જતા પોલીસે પકડી લીધો

નવી દિલ્‍હીઃ કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુરમાં ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધોને શરમજનક બનાવી દેનારી એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક મદરેસાના શિક્ષકે એક વિદ્યાર્થીને તેના આદેશનું પાલન ન કરવા બદલ તાલિબાની સજા આપી. તેણે પહેલા વિદ્યાર્થીને ગંભીર રીતે માર્યો અને પછી તેને લોખંડની ગરમ પેટી વડે ડામ દીધા. જ્યારે તેનાથી પણ તેને સંતોષ ન થયો તો તેણે તેના પ્રાઈવેટ પાર્ટ પર લાલ મરચાનો પાવડર લગાવી દીધો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શનિવારે જણાવ્યું કે આરોપી શિક્ષકનું નામ ઉમૈર અશરફી છે. ગુનો કર્યા બાદ તે કેરળથી કર્ણાટક ભાગી ગયો હતો. આ પછી પોલીસના ડરથી તે તમિલનાડુ પહોંચી ગયો. ત્યાં અલગ અલગ જગ્યાએ છુપાયેલો હતો. આ કેસમાં, પીડિત વિદ્યાર્થીના પરિવારના સભ્યોની ફરિયાદના આધારે, પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાયિક સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને તેની શોધ શરૂ કરી હતી.

આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી શિક્ષક તમિલનાડુના કોઈમ્બતુરથી પોતાના વતન જિલ્લામાં આવી રહ્યો છે. પોલીસની એક ટીમ તનુર પહોંચી અને ગુરુવારે તેના આગમનની રાહ જોઈ રહી હતી. જોકે તેણે પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં પકડાઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઉમૈર અશરફીને અહીંની સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને શુક્રવારે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં કેરળના મલપ્પુરમ જિલ્લાના કોંડોટ્ટીમાં વિદ્યાર્થીનીઓની છેડતીની ઘટના સામે આવી હતી. શાળાના એક શિક્ષકે આ ગુનો કર્યો હતો. પીડિત વિદ્યાર્થીનીઓની ફરિયાદના આધારે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ 52 વર્ષીય ફૈઝલ તરીકે થઈ છે, જે એક ઉચ્ચ માધ્યમિક શાળામાં ભણાવતો હતો. તેણે પાંચ વિદ્યાર્થીનીઓની છેડતી કરી હતી.

છેડતીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીઓએ અગાઉ તેમના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી. જે બાદ શાળા પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ શાળામાં કાઉન્સેલિંગ સેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાદમાં શાળા પ્રશાસને આ અંગે ચાઈલ્ડ લાઈને જાણ કરી હતી. ચાઈલ્ડ લાઈનના રિપોર્ટના આધારે પોલીસે કેસ નોંધ્યો છે. તાલીપરંબા પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી.

(12:03 PM IST)