હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પેપ્સિકો, યુનિલિવર સહિતની કંપનીઓ ભારતમાં ઓછી આરોગ્યપ્રદ પ્રોડક્ટ્સ વેચે છે; આરોપથી ખળભળાટ
ATNT ગ્લોબલ ઇન્ડેકસના અહેવાલ મુજબ આ કંપનીઓ ઓછી આવક ધરાવતા દેશોમાં એવા ઉત્પાદનો એટલે કે પ્રોડકટસનું વેચાણ કરી રહી છે કે જે હેલ્થસ્ટાર રેટીંગ ઉંચી- આવકવાળા દેશોમાં વેચવામાં આવી રહેલ ઉત્પાદકોની તુલનામાં ખુબ જ નબળા છે

નવી દિલ્હીઃ વિશ્વની દિગ્ગજ પેકેજ્ડ ફૂડ્સ કંપની જેવી કે પેપ્સિકો (PepsiCo), યુનિલીવર (Unilever) અને ડેનોન (Danone) ભારત સહિતના ઓછી આવક ધરાવતા દેશોમાં ઓછી આરોગ્યપ્રદ પ્રોડક્ટનું વેચાણ કરી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ગ્લોબલ પબ્લિક નોન-પ્રોફિટ ફાઉન્ડેશન Access To Nutrition Initiative (ATNI)ના એક નવા ઈન્ડેક્સ રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.
ATNI ગ્લોબલ ઈન્ડેક્સ અહેવાલ પ્રમાણે આ કંપનીઓ ઓછી આવક ધરાવતા દેશોમાં એવા ઉત્પાદનો એટલે કે પ્રોડક્ટ્સનું વેચાણ કરી રહી છે કે જે હેલ્થ સ્ટાર રેટિંગ ઊંચી-આવકવાળા દેશોમાં વેચવામાં આવી રહેલ ઉત્પાદનોની તુલનામાં ખૂબ જ નબળા છે.
આ અહેવાલ પ્રમાણે ઓછી-મધ્યમ આવક ધરાવતા દેશોમાં ઈથિયોપિયા, ધાના, કેન્યા, નાઈઝીરિયા, પાકિસ્તાન, ફિલિપાઈન્સ, તાંન્ઝાનીયા તથા વિયેતનામ જેવા દેશનો સમાવેશ થાય છે.
અહેવાલ પ્રમાણે- ઉદાહરણ તરીકે લેઝ ચિપ્સ તથા ટ્રોપિકોનનનું જ્યુસ બનાવતી પેપ્સિકોએ પોતાના 'ન્યૂટ્રી-સ્કોર A/B'ધરાવતા ઉત્પાદનોના વેચાણને વધારવાનો લક્ષ્યાંક ધરાવે છે, જોકે આ ટાર્ગેટ ફક્ત યુરોપિયન યુનિયનના સ્નેક્સ પોર્ટફોલિયો સુધી જ મર્યાદિત છે. યુનિલીવરના ફૂડ પ્રોડક્ટ્સમાં ક્વોલિટી વોલ્સ, મેગ્નમ આઈસ્ક્રીમ નોર સૂપ્સ તથા રેડી-ટુ-કુક મિક્સનો સમાવેશ થાય છે. જ્યારે ડેનોન ભારતમાં પ્રોટિનેક્સ સપ્લીમેન્ટ્સ તથા એપટામિલ ઈન્ફેક્ટ ફોર્મ્યુલાનું વેચાણ કરે છે.
આ NGOએ એવી 30 કંપનીને રેન્કિંગ આપ્યા છે કે જેમના હેલ્થ સ્કોર વિકસિત અને ઓછી આવક ધરાવતા દેશો વચ્ચે મોટો તફાવત છે. આ સ્ટાર રેટિંગ સિસ્ટમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં વિકસાવવામાં આવી છે. આ પ્રથમ વખત છે જ્યારે ATNI ઇન્ડેક્સે ઓછી અને ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં સ્કોરને વિભાજીત કર્યો છે. ભારતમાં કાર્યરત મુખ્ય કંપનીઓમાં પેપ્સીકો, ડેનોન અને યુનિલિવરનો સમાવેશ થાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
