<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

ભાજપમાં અન્ય પક્ષોના નેતા-કાર્યકરોના આગમનને લીધે અનેક સમસ્યા પેદા થાય છે:. જેમ જેમ પાક વધે છે, બીમારીઓ પણ વધે છે: અમારે આવા બીમાર પાક પર કીટનાશકનો છંટકાવ કરવો પડે છે ! નીતિન ગડકરી

અન્ય પક્ષોમાંથી ભાજપમાં આવતા લોકો પર નીતિન ગડકરીનું જબરું  નિવેદન;  'પાક જેમ જેમ ઉગે છે તેમ રોગો પણ વધે છે, જંતુનાશકોનો છંટકાવ જરૂરી છે ! 

પોતાની સ્પષ્ટવક્તા શૈલી અને નિવેદનોને કારણે હંમેશા સમાચારોમાં રહેતા કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ અન્ય પક્ષોમાંથી આવતા નેતાઓને પક્ષની કામગીરી, વિચારધારાથી વાકેફ કરવા પર ભાર મૂક્યો'તો

 

ભાજપમાં અલગ અલગ પાર્ટીના નેતાઓ અને કાર્યકારોનું આગમન હજુ યથાવત્ છે. ભાજપ કાર્યકરોની પાર્ટી છે. નવા લોકો અલગ અલગ કારણોસર આવી રહ્યા છે. તેમને ટ્રેઈન કરવા, વિચારધારા શીખવવી, અમારા કાર્યકર બનાવવા તે અમારી જવાબદારી છે. અમારો પ્રયાસ એ છે કે હજારો કાર્યકરો મહેનત કરે છે પણ ક્યારેક એક કાર્યકરની કોઈ ખોટી વાત, હજારોની મહેનત પર પાણી ફેરવી નાખે છે

 

ગડકરીએ કહ્યું કે ભાજપમાં અન્ય પક્ષોના નેતા-કાર્યકરોના આગમનને લીધે અનેક સમસ્યા પેદા થાય છે. જેમ જેમ પાક વધે છે, બીમારીઓ પણ વધે છે એ જ રીતે ભાજપમાં પાક ઘણો છે જે અમુક સારા અનાજ સાથે કેટલીક બીમારીઓને પણ આમંત્રિત કરે છે એટલા માટે અમારે આવા બીમાર પાક પર કીટનાશકનો છંટકાવ કરવો પડે છે. 

 

(12:45 PM IST)