હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંગ્લાદેશમાં શેખ હસીનાના સમર્થકો રસ્તા પર ઉતર્યાં: સરકારે લશ્કર ખડકી દીધું: ત્રણ વાગ્યા પછી નવાજૂની થવાની સંભાવના: ઢાકામાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન માટેની જબ્બર તૈયારી

ઢાકા: બાંગ્લાદેશના પદ ભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટીના સમર્થકો અને ભૂગર્ભમાં ઉતરી ગયેલા નેતાઓએ આજે ઢાકાના ગુલિસ્તાન, ઝીરો પોઈન્ટ, નૂર હુસૈન સ્ક્વેર વિસ્તારોમાં રસ્તા પર ઉતરવાની જાહેરાત કરી છે. ત્યારે વિરોધ પ્રદર્શનને રોકવા માટે આ વિસ્તારોમાં બાંગ્લાદેશના લશ્કરની સંખ્યાબંધ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.
બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદથી દેશમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશથી શરણ લીધાના ત્રણ મહિના બાદ તેમની પાર્ટી અવામી લીગ આજે ઢાકામાં વર્તમાન વચગાળાની સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને વચગાળાની યુનુસ સરકારે સેનાને રસ્તા પર ઉતારી દીધી છે.
આ દરમિયાન પોલીસે ઢાકામાં અવામી લીગના કાર્યકરો અને સમર્થકો સામે કડક કાર્યવાહી કરી છે. બાંગ્લાદેશ સેનાએ આજે વિરોધ પ્રદર્શન પહેલા સેંકડો કાર્યકરોની ધરપકડ કરી લીધી છે.
પોતાના નેતાઓને ખોટી રીતે ફસાવવા, સ્ટુડન્ટ વિંગ પર પ્રતિબંધ લગાવવા અને AL કાર્યકરોને હેરાન કરવા માટે અવામી લીગ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
અવામી લીગના મેળાવડા અને વિરોધ પ્રદર્શનને રોકવા માટે આ વિસ્તારોમાં બાંગ્લાદેશ આર્મી, પોલીસ અને શાળા, કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એકઠા થયા છે.
બીએનપી પાર્ટી અને જમાતે જાહેરાત કરી હતી કે તેઓ અવામી લીગને વિરોધ પ્રદર્શનની પરવાનગી નહીં આપે. ઢાકા પોલીસે તેમને વિરોધ રેલીનું આયોજન કરવાની પરવાનગી આપી નથી. ઢાકામાં અત્યારે બપોરે ૩ વાગ્યા પછી જંગી દેખાવો ન અપેક્ષા છે. દેશભરમાં બાંગ્લા લશ્કરની ૧૯૧ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.
દરમિયાન, સરકારના વિવિધ વિભાગે ચેતવણી આપી છે કે અવામી લીગને વિરોધ માર્ચનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
વચગાળાના સરકારના મુખ્ય સલાહકાર પ્રેસ સચિવ શફીકુલ આલમે તેમના વેરિફાઈડ ફેસબુક પેજ પર કહ્યું, "અવામી લીગ હાલમાં એક ફાસીવાદી પાર્ટી છે. આ ફાસીવાદી પાર્ટીને બાંગ્લાદેશમાં કોઈ વિરોધ કાર્યક્રમ કરવાની પરવાનગી આપવાનો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો." તેમણે આ પોસ્ટમાં આગળ લખ્યું, "અવામી લીગ તેના વર્તમાન સ્વરૂપમાં એક ફાસીવાદી પાર્ટી છે. જે કોઈ પણ, સરમુખત્યાર શેખ હસીનાના આદેશ પર રેલીઓ, સભાઓ અને સરઘસોનું આયોજન કરવાનો પ્રયાસ કરશે, તેને કાયદા અને સુરક્ષા દળોના સંપૂર્ણ બળનો સામનો કરવો પડશે."









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
