હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રેમમાં પાગલ થયેલી વહુએ સસરાને પતાવી દીધાઃ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
વહુએ પ્રેમ પ્રસંગમાં આડે આવતા હત્યા કરાવી નાખી

ઝુંઝુનૂં, તા.૧૦,
રાજસ્થાનના ઝુંઝુનૂમાં આઠ વર્ષ પહેલા એક વૃદ્ધની હત્યાના કેસમાં મોટો ચુકાદો આપતા કોર્ટે તેમની પુત્રવધૂ સહિત ૪ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. આ વૃદ્ધની તેની વહુએ પ્રેમ પ્રસંગમાં આડે આવતા હત્યા કરાવી નાખી હતી. ઝુંઝુનૂ કોર્ટે આ મામલામાં ચારેય આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવતાની સાથે સાથે ૨૦-૨૦ હજારનો દંડ પણ લગાવ્યો છે. સજા મેળવનારા આરોપીઓમાં વૃદ્ધની વહુ સોનૂ કુમારી સહિત તેના સાથી સુનિલ કુમાર, દીપેન્દ્ર કુમાર અને પ્રદીપ કુમાર સામેલ છે. કેસની સુનાવણી દરમ્યાન આરોપીઓના અભિયોજન પક્ષ તરફથી ૪૦ સાક્ષી અને ૧૯૧ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા.
લોક અભિયોજક ભારત ભૂષણ શર્માએ જણાવ્યું કે, *૧૫ જુલાઈ ૨૦૧૬ના રોજ કુલ્હરિયોની ઢાણીના સોહનલાલ જાટે બિસાઉ પોલીસ સ્ટેશનમાં આ સંબંધમાં રિપોર્ટ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, તેનો પિતરાઈ ભાઈ સુભાષચંદ્ર પોસ્ટમાં કામ કરતો હતો. તે રોજ સવારે ૧૧ વાગ્યે બિસાઉ જતો હતો. દિવસમાં ઘરે ઘરે જઈને આરડીના પૈસા એકઠા કરી રાતના સાડા દસ વાગ્યે ઘરે આવતો હતો. ૧૪ જુલાઈએ બસમાંથી ઉતરીને ઘરે આવી રહ્યો હતો. તે સમયે રસ્તામાં એક લાલ લાઈટવાળી ગાડી જોવા મળી હતી.
તેમાંથી ઉતરેલા બે વ્યક્તિઓએ સુભાષને પકડી લીધો અને બળજબરી ગાડીમાં બેસાડી દીધો. ત્યાર બાદ સુભાષ સાથે મારપીટ કરી અને ગળું દબાવીને તેની હત્યા કરી નાખી.* પોલીસે કેસની તપાસ શરૂ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો. તપાસમાં સામે આવ્યું કે, વહુ સોનૂ કુમારીએ જ પ્રેમ પ્રસંગમાં તેની હત્યા કરાવી નાખી હતી. તેના પર પોલીસે મૃતકની પુત્રવધૂ સોનૂ અને સુનિલ સહિત દીપેન્દ્રને તે જ સમયે ધરપકડ કરી લીધા હતા. તેની સાથે જ એક બાળ અપચારીને નિરુદ્ધ કર્યો, વારિસપુરા નિવાસી પ્રદીપને બાદમાં ધરપકડ કરવામાં આવ્યો હતો.
પોલીસે કેસની તપાસ પૂરી કરીને આરોપી સોનૂ કુમારી, સુનિલ કુમાર, દીપેન્દ્ર કુમાર ઉર્ફ મિકૂ અને પ્રદીપ કુમાર વિરુદ્ધ કોર્ટમાં ચલણ રજૂ કરી દીધું. રાજ્ય સરકાર તરફથી દલીલ કરતા લોક અભિયોજક ભારત ભૂષણ શર્મા અને પીડિત પક્ષ તરફથી દલીલ કરી રહેલા એડવોકેટ સુભાષ પુનિયાએ કોર્ટમાં ૪૦ સાક્ષીના નિવેદન અને ૧૯૧ દસ્તાવેજ રજૂ કર્યા. સુનાવણી દરમ્યાન પત્રાવલી પર આવેલા પુરાવાનું વિશ્લેષણ કર્યા બાદ જિલ્લા સેશન કોર્ટના ન્યાયધીશ દીપા ગુર્જરે ચારેય આરોપીઓને દોષિત ઠેરવતા તેમને આજીવન કારાવાસની સજા સંભળાવી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
