હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 10th November 2024
મેક્સિકોમાં ફરી એકવાર અંધાધૂંધ ગોળીબારઃ ૧૦ લોકોએ જીવ ગુમાવ્યોઃ અનેક લોકો ઇજાગ્રસ્ત
ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરાઇઃ લોકો બારમાં ખાણી-પીણીની મજા માણી રહ્યા હતા, ત્યારે હુમલાખોર આવ્યોઃ આખો બાર લોકોની ચીસોથી ભરાઈ ગયો હતો

નવી દિલ્હીઃ મેક્સિકોમાં ફરી એકવાર અંધાધૂંધ ગોળીબાર થયો છે. બૂમો વચ્ચે લોકો દોડતા જોવા મળ્યા હતા. જો કે અંધાધૂંધ ગોળીબારના કારણે 10 લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેક્સિકોમાં આ ફાયરિંગ ક્વેરેટારો સ્થિત બારમાં થયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
આ ભયાનક ફાયરિંગનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે હુમલાખોરે કેટલા ભયાનક રીતે ફાયરિંગ કર્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો બારમાં ખાણી-પીણીની મજા માણી રહ્યા હતા, ત્યારે હુમલાખોર આવ્યો અને બધા પર અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યો. આ દરમિયાન લોકો પોતાનો જીવ બચાવવા માટે જમીન પર સૂઈ જાય છે. આ દરમિયાન આખો બાર લોકોની ચીસોથી ભરાઈ ગયો હતો.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
