હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પેન્શનરો માટે ખુશખબરઃ હવે કોઇપણ બેંકમાંથી પોતાનું પેન્શન ઉપાડી શકશે
આ સુવિધા ૧ જાન્યુઆરી ર૦રપ થી અમલમાં આવશે, આ નવી સિસ્ટમ્સનો લાભ દેશભરના ૭૮ લાખથી વધુ EPS પેન્શનરોને મળશે

નવી દિલ્હીઃ EPFOના પેન્શનરો અને ખાનગી ક્ષેત્ર (પ્રાઈવેટ સેક્ટર)ના કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કર્મચારી પેન્શન યોજના (Employees' Pension Scheme (EPS)) હેઠળ પેન્શન મેળવતા પેન્શનરો હવે કોઈપણ બેંક/બ્રાન્ચમાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે. આ સુવિધા આગામી 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે અને આ નવી સિસ્ટમ્સનો લાભ દેશભરના 78 લાખથી વધુ EPS પેન્શનરોને મળશે.
ગત સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારે કર્મચારી પેન્શન યોજના ( Employees' Pension Scheme) માટે સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS)ને મંજૂરી આપી હતી, જેનાથી પેન્શનરો દેશની કોઈપણ બેંકની બ્રાન્ચમાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે. આપને જણાવી દઈએ કે, ઓક્ટોબર મહિનામાં જમ્મુ, શ્રીનગર અને કરનાલ વિસ્તારમાં સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS)ના પાયલોટ પ્રોજેક્ટ બેઠળ 49 હજાર EPS પેન્શનરોને 11 કરોડ રૂપિયાનું પેન્શન આપવામાં આવ્યું હતું અને આ પ્રક્રિયા જાન્યુઆરી 2025થી દેશભરમાં લાગુ થશે.
સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ્સ (CPPS) લાગુ થયા બાદ પેન્શરોએ હવે પેન્શનના પેમેન્ટ ઓર્ડર (પેન્શન પેમેન્ટ ઓર્ડર- PPO)ને ટ્રાન્સફર કરવાની જરૂર નહીં પડે, પછી ભલે તેઓ કઈપણ શહેરમાં જાય અથવા બેંક/બ્રાન્ચ બદલે. પેન્શનધારકો હવે દેશભરની કોઈપણ બેંકની બ્રાન્ચમાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે. પેન્શન વિતરણ પ્રણાલી વિકેન્દ્રિત છે, જેમાં EPFOની દરેક પ્રાદેશિક અથવા ઝોનલ ઓફિસ માત્ર 3-4 બેંકો સાથે કરાર કરે છે. જોકે, હવે CPPS સિસ્ટમ હેઠળ આ વ્યવસ્થા બદલાશે અને પેન્શરોને બેંકમાં કોઈપણ પ્રકારની વેરિફિકેશન પ્રક્રિયા વગર પેન્શન મળશે. પેન્શનની રકમ સીધા તેમના ખાતામાં આવી જશે.
CPPS સિસ્ટમ હેઠળ પેન્શનનું વિતરણ સમગ્ર ભારતમાં સરળ રીતે થશે. જો પેન્શનરો કોઈ અન્ય શહેરમાં રહેવા માટે જાય છે અથવા તેમની બેંક/બ્રાન્ચ બદલે છે તો તેમને હવે પેન્શનનો પેમેન્ટ ઓર્ડર (PPO) મોકલવાની જરૂર પડશે નહીં. આ ખાસ કરીને એવા પેન્શર માટે રાહતની વાત હશે જેઓ નિવૃત્ત (રિટાયર) થયા બાદ પોતાના વતનમાં પરત ફરે છે. આ નવી સિસ્ટમને જાન્યુઆરી 2025 સુધીમાં સમગ્ર દેશમાં લાગુ કરાશે. આ ફેરફાર 78 લાખ EPS પેન્શરો માટે EPFOની સેવામાં નોંધપાત્ર સુધારો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
