<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

સરકારી નોકરી કરનાર 25 છોકરીઓ ફસાઈ 'ઓફિસર'ના ચૂંગાલમાં, અશ્લિલ તસવીરોથી હડપી લીધાં લાખો

બિહારમાં નકલી IPS બાદ હવે રાજસ્‍થાનમાં નકલી IRS નો કિસ્‍સો બહાર આવ્‍યોઃ નેશનલ નાર્કોટીકસ બ્‍યુરોનો ઝોનલ ડાયરેકટર બનીને સરકારી નોકરી કરતી યુવતીઓને પોતાની જાળમાં ફસાવતોઃ સોશ્‍યલ મીડિયામાં ફેક આઇડી પણ રાખ્‍યું હતું.

નવી દિલ્‍હીઃ બિહારમાં નકલી IPS બાદ હવે રાજસ્થાનમાં એક નકલી IRSની ધરપકડ કરી લેવાઈ છે, તે NCBનો ઝોનલ ડાયરેક્ટર બનીને યુવતીઓને પોતાની ઝાળમાં ફસાવીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લેતો હતો.દેશના ઘણા રાજ્યોમાંથી નકલી સરકારી અધિકારીઓ બનીને ઠગાઈ કરતા કેટલાય કિસ્સા છેલ્લા થોડા સમયમાં સામે આવ્યા છે. ત્યારે બિહારમાં નકલી IPS બાદ હવે રાજસ્થાનમાં એક નકલી IRSનો કિસ્સો સામે આવ્યો છે, જેણે નેશનલ નાર્કોટિક્સ બ્યુરો (NCB)નો ઝોનલ ડાયરેક્ટર બનીને સરકારી નોકરી કરતી યુવતીઓને પોતાની ઝાળમાં ફસાવી લીધી અને તેમની અશ્લીલ તસવીરો પોતાના મોબાઈલમાં લઈ લીધી. આ પછી તેણે આ યુવતીઓને બ્લેકમેલ કરી. જયારે એક યુવતીને શંકા ગઈ તો તેણે પોલીસને જાણ કરી, જે પછી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.જયપુરની નેશનલ નાર્કોટિક્સ બ્યુરો ઓફિસને જયારે આ છેતરપિંડીની જાણ થઈ, ત્યારે વિધાધર નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો. આ પછી પોલીસે છટકું ગોઠવ્યું અને પીડિત યુવતી દ્વારા આ નકલી ઝોનલ ડિરેક્ટરને જયપુરની એક હોટલમાં બોલાવ્યો અને ત્યાંથી તેની ધરપકડ કરી લીધી. ધરપકડ બાદ પણ તે પોતાને 2020 બેચનો IRS ઓફિસર ગણાવતો રહ્યો અને કહ્યું કે તે ટ્રાન્સફર થઈને નેશનલ નાર્કોટિક્સ બ્યુરોની જયપુર ઓફિસમાં ઝોનલ ડિરેક્ટરના પદ આવ્યો છે જ્યારે ત્યાં ઝોનલ ડિરેક્ટર ઘનશ્યામ સોની છે.

મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈનનો રહેવાસી સર્વેશ કુમાવત ક્યારેક NCBનો ઝોનલ ડાયરેક્ટર તો ક્યારેક ઈન્કમ ટેક્સ કમિશનર બનીને છોકરીઓ અને મહિલાઓ સાથે ચેટ કરતો હતો. મોટાભાગે તે સરકારી નોકરીમાં કામ કરતી છોકરીઓને ટાર્ગેટ કરતો હતો. તેણે પોતાની નકલી સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર લખી રાખ્યું છે - યથા દૃષ્ટિ તથા સૃષ્ટિ.

આરોપી સર્વેશ કુમાવતે જયપુરમાં ત્રણ યુવતીઓને ફસાવી છે. જ્યારે એક યુવતીને શંકા ગઈ તો તેણે જયપુરમાં નેશનલ નાર્કોટિક્સ બ્યુરોની ઓફિસમાં જઈને તેની પૂછપરછ કરી તો તેનો પર્દાફાશ થયો. ત્યાંથી, જ્યારે નેશનલ નાર્કોટિક્સ બ્યુરોના કહેવા પર યુવતીએ પુરાવા માંગ્યા, ત્યારે તેણે મંત્રાલયના નકલી લેટર હેડ પર ભારત સરકારનો નકલી સહીવાળો પત્ર પણ નાર્કોટિક્સ બ્યુરોને મોકલ્યો. આ પછી નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓએ વિદ્યાધર નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. પોલીસે છટકું ગોઠવીને તેને જયપુરના અજમેર રોડ પરની એક હોટલમાં બોલાવ્યો.

(3:38 PM IST)