<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

રેલ્‍વેની ટિકિટ રિફૂડમાં ૩પ રૂપિયા ઓછા મળતા આ શખ્‍સે પાંચ વર્ષ સુધી લડત આપીઃ રેલ્‍વેને ર.૪૩ કરોડ પાછા આપવા પડ્યા

સુજીત સ્‍વામીના બેંક ખાતામાં ૩પ ના બદલે ૩૩ રૂ. જમા થતા બે રૂપિયા રીફંડ મેળવવા માટે ફરી લડત આદરી

એડવોકેટ સુજીત સ્વામીએ જણાવ્યું કે એપ્રિલ 2017માં તેણે 2 જુલાઈના રોજ મુસાફરી કરવા માટે ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં કોટાથી નવી દિલ્હીની ટિકિટ બુક કરાવી હતી. વેઇટિંગ લિસ્ટને કારણે તે મુસાફરી કરી શક્યો ન હતો. તેણે 765 રૂપિયાની ટિકિટ કેન્સલ કરાવી હતી.

એક કિસ્સામાં, IRCTCને 2 રૂપિયાના રિફંડ માટે 2.43 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. એડવોકેટ સુજીત સ્વામીએ ટિકિટ રિફંડમાં મળેલી 35 રૂપિયાની ઓછી રકમ માટે 5 વર્ષ સુધી લડત આપી હતી.

આ કારણે આનો લાભ 10 લાખ લોકોને લાભ મળ્યો. એડવોકેટ સુજીત સ્વામીએ જણાવ્યું કે, એપ્રિલ 2017માં તેણે 2 જુલાઈના રોજ મુસાફરી કરવા માટે ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં કોટાથી નવી દિલ્હીની ટિકિટ બુક કરાવી હતી. વેઇટિંગ લિસ્ટને કારણે તે મુસાફરી કરી શક્યો ન હતો. તેણે 765 રૂપિયાની ટિકિટ કેન્સલ કરાવી હતી. કેન્સલ કરવા પર તેને 665 રૂપિયા રિફંડ મળ્યા. રેલવેએ તેમની પાસેથી 65 રૂપિયાને બદલે 100 રૂપિયા કાપીને તેમની પાસેથી સર્વિસ ટેક્સ તરીકે 35 રૂપિયાની વધારાની રકમ વસૂલ કરી હતી.

સુજીત સ્વામીએ સ્થાનિક મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, જુલાઈ 2017માં, તેમણે આ બાબતે એક RTI દાખલ કરી હતી અને માહિતી માંગી હતી કે, એવા કેટલા ગ્રાહકો છે, જેમની પાસેથી 35 રૂપિયા સર્વિસ ટેક્સ તરીકે કાપવામાં આવ્યા છે. તેના જવાબમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે કે, રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે, લગભગ 2 લાખ 98 હજાર ગ્રાહકો (10 લાખ લોકો) પાસેથી લગભગ 35 રૂપિયા પ્રતિ યાત્રી સર્વિસ ટેક્સ લેવામાં આવ્યા હતા.

સુજીતે જણાવ્યું કે, રેલ્વે મંત્રી અને PMને પત્ર લખીને તમામ ગ્રાહકોના પૈસા પરત કરવાની માંગ કરી છે. મે 2019ના રોજ, IRCTC દ્વારા સુજીતના બેંક ખાતામાં 33 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. તે આનાથી ખુશ નહોતો. તેમનું માનવું હતું કે IRCTCએ 35 રૂપિયાને બદલે માત્ર 33 રૂપિયા પરત કર્યા છે. સુજીતે 2 રૂપિયા રિફંડ મેળવવા માટે ફરીથી સંઘર્ષ શરૂ કર્યો. તેણે ફરીથી જુલાઇ 2019માં બીજી RTI દાખલ કરી તેના પોતાના રૂ. 2 પરત કરવાની તેમજ તમામ ગ્રાહકોને રિફંડની માંગણી કરી. ભારત સરકારના રેલવે મંત્રાલયના નાણાંકીય કમિશનર અને સચિવ, ડેપ્યુટી ડિરેક્ટર પેસેન્જર માર્કેટિંગ, રેલવે બોર્ડ, IRCTC, નાણા મંત્રાલય (મહેસૂલ) વિભાગના સચિવ અને GST કાઉન્સિલ સુધી પહોંચ્યા.

સુજીતની પાસે IRCTC અધિકારીનો ફોન આવ્યો. તેમણે માહિતી આપી હતી કે, તમામ ગ્રાહકોના રિફંડને રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેમજ સુજીતના બેંક ખાતાની માહિતી પણ માંગી હતી. સુજીતના ખાતામાં રેલ્વે દ્વારા 2 રૂપિયાનું રિફંડ મળી ગયું હતું, ત્યારપછી સુજીતે પાંચ વર્ષની લાંબી લડત પૂરી કર્યા પછી આભાર માનવા માટે 535 રૂપિયા PM કેર ફંડમાં ટ્રાન્સફર કર્યા હતા.

(3:44 PM IST)