હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુસ્લિમોનું સૌથી મોટુ તીર્થ સ્થળ મક્કા શરીફ, જયાં ૪૦ કિ.મી. પહેલા જ બીનમુસ્મિલને રોકી દેવામાં આવે છે, એટલે કુંભમાં મુસ્મિલમોનું કોઇ કાર્ય નથીઃ શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ
જો યોગી સરકાર ગૌ માતાને રાજય માતાનો દરજજો આપે તો બધુ તેમના નામે કરી દેશુ, મઠ પણ તેમના નામે કરી દેશું

નવી દિલ્હીઃ પ્રયાગરાજના સંગમ પર મહાકુંભ માટે મંચ તૈયાર છે. હિંદુ ધર્મનો સૌથી મોટો સમાગમ જાન્યુઆરીમાં થવાનો છે. આ પવિત્ર સમાગમમાં મુસ્લિમોના સંભવિત પ્રવેશને લઈને વિવાદ છેડાઈ ગયો છે. એક સમૂહની દલીલ છે કે મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ, જ્યારે બીજો સમૂહ આ વાત પર ભાર મૂકે છે કે તેમને પ્રવેશની મંજૂરી આપવી જોઈએ.
મામલા પર જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે એક ટીવી ચેનલને કહ્યું કે "મુસ્લિમોનું સૌથી મોટું તીર્થસ્થળ મક્કા શરીફ, જ્યાં 40 કિલોમીટર પહેલાં બિન મુસ્લિમોને રોકી દેવામાં આવે છે. એટલે, કુંભમાં મુસ્લિમોનું કોઈ કાર્ય નથી અને એવું પણ છે કે મુસ્લિમોએ કોઈ માંગણી પણ નથી કરી. રાજકીય પક્ષો તરફથી માહોલ બનાવવાનું કામ કરવામાં આવ્યું."
મહારાષ્ટ્ર ચૂંટણી અંગે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, "છેલ્લા 78 વર્ષોમાં જે પ્રદેશના મુખ્યમંત્રીઓએ જે કાર્ય નથી કર્યું તે વર્તમાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કર્યું છે. અમે ઇચ્છીએ છીએ કે તેમની સરકાર રિપીટ થાય."
ગાયની હત્યાના મુદ્દા પર તેમણે કહ્યું, "અમને કાશ્મીરના મુસ્લિમોએ કહ્યું કે ગૌહત્યા પર મહારાજજી કડક કાયદો બનાવશો. ગૌ હત્યા પર પ્રતિબંધ માટે અમને મુસ્લિમો અને ક્રિશ્ચિયનોનું પણ સમર્થન મળે છે. જો યોગી સરકાર ગૌ માતાને રાજ્યમાતાનો દરજ્જો આપે તો બધું તેમના નામે કરી દઈશું. મઠ તેમના નામે કરી દઈશું તેમના નોકર બની જઈશું. ખૂબ ખુશી થશે, દિલ ખોલીને આશીર્વાદ આપીશું."
શંકરાચાર્યે કહ્યું, "બાંગ્લાદેશમાં હિંદુઓની વાસ્તવિક પરિસ્થિતિઓને જાણવા માટે એક પ્રતિનિધિ મંડળ જલ્દી જ બાંગ્લાદેશ જશે." વળી, રાજનીતિ પર તેમણે કહ્યું, "બંધારણ તરફથી ધર્મનિરપેક્ષતાની શપથ લેવામાં આવે છે પરંતુ બહાર આવીને કહેવામાં આવે છે કે અમે હિંદુઓની પાર્ટી છીએ. કોઈએ પણ એફિડેવિટ પર નથી કહ્યું કે અમે હિંદુઓની પાર્ટી છીએ. પાર્ટીનું બેવડું ચરિત્ર હોય છે. વર્તમાન સમયમાં કોઈ પણ પાર્ટી હિંદુઓની પાર્ટી નથી."









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
